Mysamachar.in-જામનગર
ICICI બેંક દરેડ બ્રાંચ દ્વારા વૃક્ષ વિતરણનો કાર્યક્રમ આયોજીત કરેલ જેમાં જામનગર શહેર સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તેમજ જી.આઈ.ડી.સી. એસોસીએશન પ્રમુખ દિનેશ ડાંગરીયા, જી.આઈ.ડી.સી. અગ્રણી ઉધોગપતિ અને નવાનગર બેંકના ડાયરેકટર અશોક જોબનપુત્રા, જીનેશ શાહ, દર્શન ઠકકર, ફેશ-ર અને 3 ના ઉધોગપતિઓ, કારખાનેદારો તથા આજુ-બાજુના રહેવાસીઓ એ ભાગ લીધેલો આ વિતરણ કાર્યક્રમમાં જેમાં ૫૦૦ વૃક્ષોનું વિતરણ કરેલ તેમજ વધુને વધુ વૃક્ષ વાવવા માટે સંકલ્પ કરેલો. આ યોજનાને સફળ બનાવવામાં વનપાલ પ્રશાંત ગોહિલ તથા વનરક્ષક ભગીરથસિંહ જાડેજા અને એસ્ટ્રેક એડવેન્ચર્સના આનંદ પ્રજાપતિ અને તેમની ટીમે આ કાર્યક્રમમાં મહત્વનો ફાળો આયેલ છે.આયોજકોમાં દરેડ બ્રાંચ મેનેજર બાલા નારાયણ જામનગર રીઝનલ હેડ જીનલ શાહ, ચેતન ખખ્ખર તેમજ દરેડ બ્રાંચ સ્ટાફ હાજર રહેલ.