Mysamachar.in-જામનગર:
જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાને હાથ એક એવી ગેંગ લાગી છે જે આરોપીઓ ધરફોડચોરી કરવા માટે દિવસના જે તે સોસાયટીમા બંધ મકાન હોવાની ખાત્રી કર્યા બાદ રાત્રીના મકાનને ટારગેટ કરી, કટર મશીન, લોખંડના સળીયા, પકડ ગણેશીયાથી મકાનના દરવાજા ના નકુચા તથા તાળા તોડી લૂંટ ધરફોડ ચોરીને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે.
ના માત્ર જામનગર પણ તે ઉપરાંત અમરેલી અને મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગનો જામનગર એલસીબીએ પર્દાફાશ કર્યો છે અને આ આંતર રાજય ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લઈને રૂ.3.85 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જામનગરની ઘરફોડ અને લૂંટ તેમજ મોરબી અને અમરેલી જિલ્લાના પાંચ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
જામનગર રણજીતસાગર રોડ પર થોડા સમય પૂર્વે ’’જે જે.જશોદા સોસાયટી’’માં પ્રફુલભાઈ ભાડજાના રહેણાંક મકાનમા બે અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરીને માતા જબુબેન ભાડજાને શરીરે ઇજા કરી, સોનાના દાગીના કિ.રૂ 50 હજારની લૂંટ ચલાવી હતી. તેમજ અન્ય આસામીઓના મળીને કુલ 9 જેટલા મકાનોમાં મોટર સાયકલો, રોકડ, ડાયમંડ ઝવેલરી, સાડીઓ સહિતના મુદામાલની ચોરી થઈ હતી. જે અંગેની પોલીસે તપાસ હાથ ધરી હતી.
જે બાદ આ ગુન્હાઓ શોધી કાઢવા જામનગર એલસીબીના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, ધાડપાડુ ગેંગના અમુક સાગરીતો જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા રાત્રી દરમ્યાન રહેણાક મકાનને ટારગેટ કરી લૂંટ ચોરીને અંજામ આપના ઈસમો લાલપુર ચોકડી થી ઠેબા ચોકડી તરફ મોરકંડા પાટીયા પાસે લૂંટ ચોરીના દાગીના મુદામાલ સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે.
બાતમીના આધારે પીઆઈ વી.એમ.લગારીયાની સુચનાથી ટીમે દરોડો પાડીને મધ્યપ્રદેશના બીલામ ઉર્ફે રામસીંગ ઉર્ફે જુવાનસિંગ દરીયાસીંગ ગણાવા, લીલેશ ઉર્ફે નિલેશ કેલસીંગ આમલીયાર, માનું ઉર્ફે નાનકો કુંવરસિંગ નજરૂ મેડાને ઝડપી લીધા હતા. તેના કબજામાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂ.20 હજાર, 2 મોબાઈલ તેમજ ડીસમીસ, લોખંડનો ગણેશીયો, કટર, લોખંડ પાનુ સહિત રૂ.3,85,200નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેની પુછપરછ કરતા સાલમભાઇ પરમસીંગ ઉર્ફે પારૂભાઇ ગણાવાનું નામ ખુલતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે. તેની પુછપરછ કરતા જામનગર, અમરેલી અને મોરબીની ઘરફોડ અને લૂંટના પાંચ ગુનાઓની કબુલાત કરી છે.

























































