આજનો સમય આધુનિક ટેકનોલોજીનો સમય છે..આજના સતત ભાગદોડ વચ્ચેની જિંદગીમાં લોકો દરેક કામ પોતાની આંગણીના ટેરવે જ પુરા કરવા માંગે છે..આંગણીના ટેરવે જ સમગ્ર દુનિયાની ચહલ-પહલ પોતાના મોબાઈલમાં લોકો જોવા માંગે છે… જેમાં પળેપળની ઘટનાઓ અને સમાચારોનો પણ સમાવેશ થાય છે… ત્યારે આધુનિક ટેકનોલોજીનો ભાગ બની ચુકેલ સોશ્યલ મીડિયાના માધ્યમને ધ્યાને રાખી MySamachar.in નામથી જામનગરના સર્વ પ્રથમ ન્યૂજ વેબ પોર્ટલનો પ્રારંભ વર્ષ 2018માં કરવાનો અમને ગર્વ છે,
જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે કે આપણા હાલાર ઉપરાંત માત્ર ગુજરાતના મહત્વના સમાચારો અને ઘટનાઓ આપના સુધી પહોચાડવાનો અમારો પ્રયાસ અવિરત ચાલતો રહેશે.. આપના કોમ્પ્યુટર કે પછી સ્માર્ટફોનમાં MySamachar.in લોગઇન કરતાની સાથે આપ સમગ્ર જામનગર સાથે જ રાજ્યના તમામ સમાચારો થી વાકેફ થઇ શકો તેવી આધુનિક ફીચરની વ્યવસ્થાઓ આ વેબસાઈટમાં કરવામાં આવી છે, આ પોર્ટલ પર આપને સચિત્ર ઘટનાઓ વિશ્લેષ્ણ સાથે મળશે.. અમારો અભિગમ છે કે પ્રજાની સ્પર્શતી દરેક વાતો,સમસ્યાઓ,ઘટનાઓ અને રાજકીય ઉથલપાથલ પળેપળનું અપડેટ આપને અમારા ન્યૂઝ વેબપોર્ટલ સાથે જોડાઈ જવાથી મળી શકે, જામનગરથી શરૂ થયેલ હાલાર પંથકનું આ પહેલું વેબપોર્ટલ છે.. જેમાં જામનગર થી માંડીને સમગ્ર ગુજરાતના સમાચારો આપવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો છે, જામનગરનો બ્રાસ અને બાંધણી ઉદ્યોગ વિશ્વભરમાં પ્રચલિત છે.. તો મહાકાય રિફાઈનરીઓનું હબ પણ જામનગર છે.. ચારધામોમાંનું એક યાત્રાધામ દ્વારકા પણ આ જ જીલ્લામાં છે.
ફેસબુકમાં અમારું FB page MySamachar.in અને એન્ડ્રોઈડ એપ્લીકેશન ઉપરાંત સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ જેવા કે વોટ્સઅપ,ટ્વીટર instagram, સહિતના સોશ્યલ મીડિયા પર પણ આપને અમારા સૌથી ઝડપી અને સૌથી સચોટ અને સૌથી વિશ્વસનીય સમાચારો મળી શકશે…. જામનગરથી સૌપ્રથમ વેબપોર્ટલ શરૂ કરવાનો અમારો લક્ષ્યાંક લોકોની સમસ્યાઓને વધુ ને વધુ ઉજાગર કરવાનો રહ્યો છે. પ્રજાને કનડતા પ્રશ્નોને કોઈની પણ શેહ શરમ કે દબાણ રાખ્યા વિના MySamachar.in ના માધ્યમ થી શક્ય વાચા આપી અને તંત્ર સુધી લોકોનો અવાજ પહોચે તેના માટે MySamachar.in ની ટીમ હમેશા કટીબદ્ધ છે અને રહેશે, પત્રકારીત્વ ક્ષેત્રે વર્ષોનો બહોળો અનુભવ ધરાવતા નામાંકિત પત્રકારોની ટીમ સાથે MySamachar.in લોકો સુધી નીડર અને નિષ્પક્ષ પત્રકારીત્વધર્મ બજાવવાનું કાર્ય આગામી વર્ષોમાં પણ આપ સૌના સાથ સહકારથી કરતુ રહેશે.