Mysamachar.in-જામનગર
જામનગરથી શરુ થયેલ સોશ્યલ મીડિયાના સૌપ્રથમ ન્યૂઝ પોર્ટલ જે જામનગર સહીત સમગ્ર ગુજરાતના માત્ર મહત્વના સમાચારોને પ્રાધાન્ય આપે છે, તેવા સૌથી વિશ્વનીય ન્યૂઝ પોર્ટલ Mysamachar.inની મુલાકાતે આજે જામનગર શહેર ભાજપ પ્રમુખ મહામંત્રીઓ સહીત જામનગર મહાનગરપાલિકામાં નવી નિમણુક થયેલા મેયર સહિતના પદાધિકારીઓ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.શુભેચ્છા મુલાકાતે આવેલ શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઈ કગથરા, શહેર મહામત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બામણિયા, મેરામણભાઈ ભાટુ સાથે જામનગર મહાનગરપાલિકાના હોદેદારોની ટીમ મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, ડે મેયર તપન પરમાર, દંડક કેતન ગોશરાણી, શાસકપક્ષનેતા કુસુમબેન પંડ્યા અને મીડિયા સેલના ભાર્ગવ ઠાકરએ Mysamacharના રવિ બુદ્ધદેવ અને દર્શન ઠક્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે…
શહેરનો વિકાસ અમારી પ્રાથમિકતા હશે, શહેરમાં ઢગલોબંધ વિકાસના કામો થયા છે, થઇ રહ્યા છે અને હજુ વધુ થતા રહે તે માટે અમારી ટીમ કટિબદ્ધ છે.વધુમાં શહેરના લોકોને કોઈ સમસ્યાઓ હોય રોજીંદા પ્રશ્નો હોય તે સાંભળી અને તેના નિરાકરણ કરવાની નેમ પણ ટીમે વ્યક્ત કરી હતી.અને તેના માટે હંમેશા ટીમ સજાગ રહેશે તેવો વિશ્વાસ પણ લોકોને આપ્યો છે, ખાસ કરીને હાલમાં શહેરમાં કોરોના પોજીટીવ કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોની અમલવારી કરવા સાથે વેક્સીન લેવા પણ વધુમાં વધુ આગળ આવે તે માટે ભાજપની સમગ્ર ટીમ લોકોને સમજાવી રહી છે. અને મનપાનું આરોગ્ય વિભાગ પણ સક્રિય રહી લોકોના વધુમાં વધુ ટેસ્ટીંગ થાય અને કોરોનાને ફેલાતો અટકાવી શકાય તે માટે પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત સક્રિય છે.
શહેરમાં આગામી સમયમાં આકાર લેનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરબ્રીજથી શહેરની કાયાપલટ થવાની સાથોસાથ શહેરની ટ્રાફિક સમસ્યાનો મોટાભાગના પ્રશ્નનો છેદ ઉડી જશે. તો શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન, રખડતા ઢોરનો પ્રશ્ન સહિતના મુદ્દાઓ પર નવી ટીમ ચોક્કસ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે. અને તે મુજબ તેની અમલવારી કરવામાં આવશે. Mysamacharની મુલાકાતે આવેલ પદાધિકારીઓ અને સંગઠન ટીમે પણ Mysamachar દ્વારા જે રીતે લોકોને તત્કાલ અને સચોટ સમાચારો આપવાની પદ્ધતિને બિરદાવી હતી .તો Mysamachar દ્વારા પણ આવેલ ટીમને પુષ્પગુચ્છ અને શુભેચ્છાઓ પાઠવી અને શહેરના વિકાસને નવી દિશામાં લઇ જવાના આયામો ટીમ સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.