Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના વોર્ડ નં. ૩ ના પટેલ કોલોની શેરી નં. ૬ માં યોજાતી ગરબીના સંચાલક એવા મોમાઈ મહિલા મંડળ દ્વારા આ વોર્ડના સૌથી લોકપ્રિય કોર્પોરેટર સુભાષજોષી અને સામાજીક કાર્યકર કુલદીપસિંહ જાડેજાના સહયોગથી કૃષ્ણભક્તિથી ભરપુર એવા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ ગરબી ચોક ખાતે તા. ૨૦-૧૨-૨૦૨૫ના રાત્રીના આયોજિત કરવામાં આવ્યો હતો જેનો લાભ હજારોની સંખ્યામાં કૃષ્ણભક્તોએ લીધો હતો, અને આયોજિત જગ્યા ટૂંકી પડી હોય તેમ હજારો લોકોં આ ઝાંખી સાંભળવા માટે પહોચ્યા હતા
કાર્યક્રમના પ્રારંભે સહઆયોજક અને આ વોર્ડના જાગૃત તથા 108નું બિરુદ મેળવનાર કોર્પોરેટર સુભાષ જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને કાર્યક્રમના હેતુની રૂપરેખા આપી હતી. નવરાત્રી ઉપરાંત આ ધાર્મિક ઉત્સવના સુંદર આયોજન બદલ મોમાઈ મહિલા મંડળના સભ્યો ઉપરાંત અન્ય તમામ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, શાસકપક્ષના નેતા આશિષ જોષી, ભાજપના પૂર્વ પ્રમુખો, શહેરના પૂર્વ મેયરો, સ્થાનિક સહિતના કોર્પોરેટરો, ભા.જ.પા.ના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં નિધિ ધોળકિયા અને અંક્તિ પટેલે પોતાના સુમધુર કંઠથી શ્રીનાથજીની ઝાંખી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના ભજનો ઉપરાંત દેવાધિદેવ મહાદેવની સ્મૃતિ રજુ કરી ભાવિકોને ડોલાવ્યા હતા. કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે તરીકે રાજકોટના ભાગવતાચાર્ય ભટ્ટજીએ સેવા આપી હતી. મોડી રાત સુધી વિશાળ શ્રોતાગણએ ભક્તિ ગીતોની મોજ માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મોમાઈ મહિલા મંડળના બહેનો ઉપરાંત વિસ્તારના સતત સક્રિય કોર્પોરેટર સુભાષ જોષી, સામાજિક કાર્યકર કુલદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન મોમાઈ મહિલા મંડળના નેજા હેઠળ ભવિષ્યમાં પણ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો સમયાતરે કરવાની જાહેરાત સુભાષભાઈ જોષીએ કરી હતી.

























































