mysamachar.in-જામનગર
આમ તો જામનગરમાં હમણાં હમણાં ચોરીની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે,એવામાં ન્યાય આપતા ન્યાયાધીશ નું ઘર પણ બાકાત ના હોય તેમ લાગી રહ્યું છે,
વાત છે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાની જ્યાં ની કોર્ટના મેજીસ્ટ્રેટ એચ.એમ.કાજી સાહેબ દ્વારા ભાડેથી રાખવામાં આવેલ મકાનમાં ટપી જઈ અને મુખ્ય દરવાજાનો નકુચો તોડી નાખી અંદર પ્રવેશ કર્યા બાદ જજ સાહેબના રૂમમાં પ્રવેશ કરી તેમના ટેબલના ખાનામાં રાખેલા રૂપિયા ૨૦૦૦ ની ચોરી થયાનું સામે આવતા કોર્ટના પટ્ટાવાળા ની ફરિયાદ ના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા આરોપીઓ પોલીસને હાથવેંતમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.