mysamachar.in-જામનગર:
શ્રી ૫ નવનપુરીધામ શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનું મુખ્ય તીર્થ તથા આચાર્યપીઠ છે,સંપ્રદાયના આદિ આચાર્ય નિજાનંદાચાર્ય સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ દ્વારા ઇ.સ.૧૬૩૦માં સ્થપાયેલ આ તીર્થ-ધામ કરોડો સુંદરસાથ-ભક્ત સમુદાયોની આસ્થા તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર છે,
સમગ્ર વિશ્વમાં ફેલાયેલા સવા કરોડથી વધુ સુંદરસાથ તેમજ ૮૦૦થી અધિક શાખા-પ્રશાખાના કેન્દ્રરૂપ શ્રી ૫ નવતનપુરી ધામ સ્થાનીય લોકોમાં ખીજડા મંદિર તરીકે પણ ઓળખાય છે,સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ દ્વારા રોપિત સામિ(ખીજડા)ના બે દિવ્ય વૃક્ષ મંદિરમાં સંલગ્ન હોવાથી એનું નામ ખીજડા મંદિર થયું છે,આ સંસ્થા લગભગ ૪૦૦ વર્ષોથી સમગ્ર વિશ્વમાં ધાર્મિક તથા આધ્યાત્મિક સુવાસ તો ફેલાવી રહી છે તેની સાથોસાથ સામાજિક,શૈક્ષણિક તેમજ સાંસ્ક્રુતિક અનેક કાર્યો દ્વારા હરહંમેશ સમાજ,ધર્મ,રાષ્ટ્ર તેમજ સંસ્કૃતિની સેવા કરતી આવી છે,
શ્રી ૫ નવતનપુરી ધામ,ખીજડા મંદિરમાં પ્રતિ વર્ષ સંપ્રદાયના દ્વિતીય આચાર્ય મહમતિ શ્રી પ્રાણનાથજીનો પ્રાકટ્ય મહોત્સવ ખૂબ સરસ અને ભવ્યપણે યોજવામાં આવે છે,આ મહોત્સવ આ વર્ષે તા.૫ થી ૯ ઓક્ટોબર,૨૦૧૮ દરમ્યાન યોજાઇ રહ્યો છે,
આ સંપ્રદાયના દ્વિતીય આચાર્ય મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાકટ્યને ૪૦૦ વર્ષ પૂરા થતાં આ પાવન ધરતી,જે મહમતિ શ્રી પ્રાણનાથજીની પ્રાકટ્યભૂમિ પણ છે, ત્યાં ગયે વર્ષે તા.૧૪ થી ૨૦ સપ્ટેમ્બર.૨૦૧૭ દરમ્યાન શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્દી મહોત્સવનું વિશાળ આયોજન સંપ્રદાયના વર્તમાન આચાર્ય જગદગુરૂ શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની પાવન નિશ્રામાં યોજાયું હતું.
આ કાર્યક્રમને અનુલક્ષીને આજથી શ્રી તારતમ સાગર,બ્રહ્મવાણીના ૧૦૮ પારાયણનો પણ આજથી પ્રારંભ થયો છે,અને તારીખ ૯ સુધી ચાલશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.