mysamachar.in-જામનગર
કહેવાથી ગુજરાતમાં દારૂબંધી છે પણ દારુની રેલમછેલ માટે ગુજરાતમાં કોઈ નવી વાત નથી અલગ અલગ નુસ્ખાઓ અજમાવી ને ગુજરાતની બોર્ડરમા અનેકવાર બુટલેગરો દ્વારા દારૂ ઘુસી ચુક્યો છે અને અનેકવાર ઝડપાઈ પણ ચુક્યો છે,એવામાં જામનગર સીટી બી ડીવીઝન પોલીસને પણ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે,
શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ બળિયાહનુમાન મંદિરની બાજુમાં આવેલ ખુલ્લાપાર્કિંગમાં પાર્ક થયેલ એન્ડઓવરકારમાં દારુનો જંગી જથ્થો હોવાની માહિતી ડી સ્ટાફના ચંદ્રવિજયસિંહઝાલા,ભગીરથસિંહ જાડેજા,દિગ્વિજયસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાને મળતા સીટી બી ડી સ્ટાફે સ્થળ પર દરોડો પાડતા જી.જે.૧૨,એઆર.૯૯૪૫ નંબરની કારમાંથી પોલીસે વિદેશીદારુની અલગ અલગ બ્રાંડની ૬૭ પેટી દારુ નો જથ્થો અને કાર જપ્ત કર્યા હતા,
હવે આ દારૂભરેલ લકઝુરીયસકાર જામનગર કઈ રીતે પહોચી આ જથ્થો જામનગરમાં કોને સપ્લાય કરવાનો હતો કે કેમ તે તમામ બાબતો ની તપાસ માટે પોલીસે ૬૭ પેટીદારૂ,એન્ડઓવરકાર મળી કુલ ૧૧ લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.