Mysamachar.in-જુનાગઢ:
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમેર નકલીનો રાફડો ફાટ્યો છે, ક્યારેક નકલી ખાણીપીણીની ચીજવસ્તુઓ તો ક્યારેક સૌન્દર્ય પ્રસધાનો તો વળી ક્યારેક તો નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ હવે જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો છે, આ શખ્સની ઓળખ વિનીત દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો.પોલીસની પ્રાથમિક પુછતાછમાં નકલી DYSP બનીને રોફ જાળતા ઇસમે સરકારી નોકરી અપાવવાની લાલચે અંદાજે 15 જેટલા લોકો પાસેથી અલગ અલગ રકમ મળીને કુલ 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. જુનાગઢ એલસીબી આ અંગે વધુ તપાસ કરી રહી છે જે બાદ વધુ વિગતો પ્રકાશમાં આવશે.