Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે બુધવારે બપોર બાદ વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો. અને દોઢ ઇંચ સુધીનો કમોસમી વરસાદ વરસી જવા પામ્યો હતો, ગઈકાલે બુધવારે સાંજથી ખંભાળિયા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. આ વચ્ચે સાંજે સાતેક વાગ્યે ખંભાળિયા જોરદાર વરસાદી ઝાપટા વરસી જતા માર્ગ પણ પાણી ચાલી નીકળ્યા હતા. આશરે અડધો કલાકના સમયગાળામાં ખંભાળિયામાં કુલ 32 મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે ભાણવડ તાલુકામાં પણ ગત સાંજે મેઘરાજાએ પવનના ચોર સાથે ભારે ઝાપટા રૂપે 43 મી.મી. તેમજ કલ્યાણપુરમાં પણ 37 મી.મી. પાણી વરસાવી દીધું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા અને જનજીવન થાળે પડ્યું હતું.(file image)
