Mysamachar.in-જામનગર:
જામનગર શહેર બાદ હવે જામનગર આસપાસના હાઈવે પર લોકો માટે સુરક્ષિત નથી આ એટલા માટે કે શેરી ગલી અને મુખ્ય રસ્તાઓ બાદ હવે રસ્તે રઝળતા પશુઓ હાઈવે પર પણ પહોચી ગયા છે ને ત્યાં લોકોને અડફેટ લેવાનું શરુ કરી દીધું છે, ગતરાત્રીના જામનગર નજીક ખીજડીયા બાયપાસ નજીક ગત રાત્રીના સમયે સમરસ હોસ્ટેલ પાસે બાઈક આડે રખડતું ઢોર આવી ચડતા અકસ્માતની એક ઘટના સામે આવી છે,
જેમાં એક પરિવારના ત્રણેક સભ્યો પોતાની બાઈક પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક ક્યાંકથી રખડતું ઢોર આવી ચઢ્યું અને બાઈક સાથે અથડાયુ જેથી બાઈક ચાલક અને તેમનો પરિવાર હાઇવે પર ફંગોળાય ગયા હતા, જેમાં બાઈક ચાલક અને તેમના બંને દીકરા દીકરી ઈજાગ્રસ્ત થતા ઈજાગ્રસ્ત પરિવારના સભ્યોને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.