Mysamachar.in-જામનગર:
જામનગર જી.આઈ.ડી.સી. ઉદ્યોગ બ્રાસપાર્ટસ માટેનો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ હોય જે ફરીવાર પોતાની ઔદ્યોગિક તાકતનું પ્રદર્શન કરવા સજજ થઈ રહયું હોય જેમાં જી.આઈ.ડી.સી.પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા આગામી 7 થી 10 જાન્યુઆરી 2026 ના છઠા એડીશનના ટેક ફેસ્ટ એકઝીબીશનના આયોજન અંતર્ગત પ્રમોશનલ ઈવેન્ટ તા. 27/12/2025 ના રોજ કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ખાતે રાખવામાં આવેલ જેમાં જામનગર ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા, ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પુર્વ પ્રમુખ અને હાલના રીઝનલ મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પુર્વ પ્રમુખ અને હાલ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશનના ખજાનચી લાખાભાઈ કેશવાલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ એસોસીએશનના પુર્વ પ્રમુખ દિનેશભાઈ ચાંગાણી, રાજેશભાઈ ચાંગાણી અને દિનેશભાઈ ડાંગરીયા, લાલપુર રોડ રૂરલ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ વિનોદભાઈ એન.પટેલ, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના સર્વે કારોબારી સભ્યો તેમજ જામનગર ટેક ફેસ્ટ 2026 ના કમિટિ મેમ્બરો, સરકારી અધિકારી અગ્રણી ઉદ્યોગપતિ અને મહેમાનોએ હાજરી આપેલ હતી.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત હતા જેમાં જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ વિષ્ણુભાઈ એમ.પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ઉદ્યોગકારોનું સ્વાગત કરવામાં આવેલ અને આગામી ટેકફેસ્ટ એકઝીબીશન વિશે ઈવેન્ટ ચેરમેન અશોકભાઈ કાછડીયા અને જોઈન્ટ ઈવેન્ટ ચેરમેન પરેશભભાઈ હરપાલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ટેકફેસ્ટ કાર્યક્રમનું આયોજન અંદાજીત 4 લાખ સ્કેવર ફુટ એરીયામાં કરવામાં આવેલ છે જેમાં દેશના વિવિધ રાજયોના 250 થી 300 સ્ટોલનું બુકીગ થયેલ છે આ ટેકફેસ્ટ કાર્યક્રમ દરમ્યાન અંદાજીત બે લાખથી વધુ લોકો પ્રદર્શન નિહાળવા આવનાર છે.
જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા દર બે વર્ષે આ ટેકફેસ્ટ એક્ઝીબીશનનું આયોજન થાય છે અમારી સંસ્થા દ્વારા આ છઠા એડીસનના ટેકફેસ્ટ એકઝીબીશનનું આયોજન થવા જઈ રહયું છે જેમાં નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પોતાની વિવિધ પ્રોડકટ માટે પ્લેટફોર્મ આપવાની નેમ છે તેમજ હાલની નવી ટેકનોલોજી તેમજ નવી મશીનરીઓનું લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા ઉદ્યોગકારોને જાણકારી મળી રહેશે.આ કાર્યક્રમનાં અંતે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના મંત્રી જીગ્નેશભાઈ લાવટી દ્વારા ઉપસ્થિત સર્વે મહેમાનો અને ઉદ્યોગકારોનો હાર્દીક આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

























































