Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં વસવાટ કરતા એક સગીરે ચાર દિવસ પૂર્વે જામનગર નજીક આવેલ વિજરખી ડેમ પર પહોચી અને પહેલા મોબાઈલમાં વિડીયો બનાવી તેને સ્ટેટ્સમાં અપલોડ કર્યા બાદ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધાના મામલે નવો વળાંક આવ્યો છે અને મૃતકની માતા દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં પુત્રને મરી જવા મજબુર કરનાર 2 ઈસમો સહિતનાઓ સામે આપઘાતની દુશ્પ્રેરણા આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે.આ અંગેની જાહેર થયેલ વિગતો એવી છે કે
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં વસવાટ કરતા સુલતાનાબેન અબ્બાઅલી સાલેભાઇ કેરૂનનો 16 વર્ષીય પુત્ર અબ્દુલકાદીર વાળાને આરોપીઓ જે કાયદાથી સંઘર્ષિત હોય તે અને તેના મિત્રોએ માર મારી અને તેનો વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી વાયરલ કરેલ હોય તેમજ આ વીડીયો એક ચોક્કસ આરોપી પાસે હોય જે વીડીયો ડીલીટ કરવા માટે અવાર નવાર મૃતક પાસે આરોપીએ રૂપીયાની માંગણી કરતો હોય જેના કારણે મૃતક ખુબ ટેન્શનમાં રહેતો હોય અને આરોપી તથા તેના મિત્રો ફરી વખત દીકરાને મારશે જેથી ફરિયાદીના દીકરાને ડર હોય જેના કારણે સુલતાનાબેનના દીકરા અબ્દુલકાદીરને આરોપીઓએ શારીરીક તથા માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા ફરિયાદી સુલતાનાબેનના દીકરા અબ્દુલકાદીરએ પોતાના વોટસઅપમાં સ્ટેટસ રાખી વીજરખી ડેમમાં ઝપલાવી પાણીમાં ડુબી મરણ જતા આરોપીઓએ તેને મરી જવા મજબુર કરી એકબીજાની મદદગારી કર્યા સબબની ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ જે.પી.સોઢા સહિતની ટીમ તપાસ ચલાવી રહી છે.