Mysamachar.in-જામનગર:
કૃષિમંત્રીના જિલ્લામાં વધુ એક ખેડૂતપુત્રએ જિંદગી ટૂંકાવી લીધી છે, ધ્રોલના સણોસરા ગામે રહેતા અને ખેતીકામ ના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના મુકેશ ગોકુલભાઈ રાઠોડ નામના ૨૩ વર્ષીય ખેડૂતપુત્રએ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને આર્થિક સંકડામણથી કંટાળી જઈને ગત ૪ ઓગસ્ટના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યાનું ધ્રોલ પોલીસ મથકે જાહેર થયુ છે.






