Mysamachar.in-જામનગર
જામનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી ઇકબાલ ખફી ભુરાભાઈ દ્વારા તાજેતરમાં જ વોર્ડ નંબર 11 અને 12 માં ભારે વરસાદ બાદ સર્જાયેલી તારાજી અને વિસ્તારમાં થયેલ લોકોના નુકશાન સહિતની બાબતોને લઈને એક અખબારી યાદી જાહેર કરી અને વોર્ડ નંબર 11 અને 12 ના કોઈ સ્થાનિક નેતાઓ ફરક્યા ના હોવાનો પોતાનો આક્રોશ વ્યક્ત કરતા આ મામલાની નોંધ છેક પ્રદેશકક્ષાએ લેવાઈ અને ગણતરીની કલાકોમાં ભુરાભાઈ દ્વારા પ્રગટ કરવામાં આવેલ રોષ બાદ શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ પણ આ મામલે રસ દાખવતા પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હમીદ ગોડીલ અને મહામંત્રી નઈમ કાજી જામનગર ખાતે દોડી આવ્યા હતા અને ભુરાભાઈના નિવાસસ્થાને પહોચી તેવોને સાથે રાખી અને અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ અને લોકોને મળ્યા હતા, અને સરકાર સુધી વાત પહોચાડી અને યોગ્ય મદદ માટેની ખાતરી આપી હતી.અને આ બન્ને વોર્ડના સ્થાનીકોએ ભુરાભાઈ ખફીનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
વધુમાં જામનગરના વ્હોરાસમાજ દ્વારા અતિવૃષ્ટિગ્રસ્ત જામનગર શહેરના વિસ્તારો માટે સંખ્યાબધ કીટોનું વિતરણ કરી તે દાઉદી વ્હોરા સમાજના આમીલ સાહેબનું સન્માન કરી અને આવેલ પ્રદેશના આગેવાનો દ્વારા તેમની સેવાને બિરદાવામાં આવી હતી, અને મેમણ જમાતખાના ખાતે ફોર્મ વિતરણ સહિતની કામગીરીની પણ નોંધ લીધી હતી. આ મુલાકાતવેળાએ જામનગર શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઉમર બલોચ મહામંત્રી અલુ પટેલ, અને વોર્ડ નંબર 12 ના પ્રમખ રઉફ ગઢકાઈ અને મહામંત્રી સલીમ સેતા પણ સાથે રહ્યા હતા.


























































