Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાએ શહેરના મિલ્કતધારકોને નજીકના ભૂતકાળમાં મિલકતવેરો ભરવામાં વ્યાજમાફીની રાહત યોજના જાહેર કરેલી, જેનો ઘણાં નગરજનોએ લાભ લીધો. અને આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, મહાનગરપાલિકાની રિ-સર્વે કામગીરી તથા કેટલાંક કાનૂની કારણસર ઘણાં મિલ્કતધારકો (દરેડ ઉદ્યોગકારો અને રહેણાંકના ધારકો) આ રાહત યોજનાનો લાભ લઈ શક્યા ન હતાં. જે મામલો સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવતાં કમિટીએ એવો નિર્ણય લીધો છે કે, 15 થી 31 જૂલાઈ દરમિયાન જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતાં તમામ કેટેગરીના મિલ્કતધારકો વ્યાજમાફી યોજનાનો લાભ મેળવી શકશે.જેને કારણે લોકોને પણ ફાયદો થશે તો બીજી તરફ મનપાને પણ આવક થશે.