Mysamachar.in-ગાંધીનગર:
મૃદુ અને મક્કમ ગણાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાને જ વાત કહેવી હોય તે જાહેરમાં જ સૌ શાનમાં સમજી જાય તે રીતે કહી દે છે, આવું જ આજે પણ થયું અવસર હતો રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમનો જેમાં મુખ્યમંત્રીએ જે ધારાસભ્યો કે મેયરોને ચોક્કસ વિસ્તારો જ કામો માટે દેખાઈ છે તેને સમજાવી દીધા
મુખ્યમંત્રીએ જાહેરમંચ પરથી કહી દીધું કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના દરેક વોર્ડમાં સરખા કામ થવા જોઈએ. મુખ્યમંત્રીએ હસતા હસતા મેયર, ધારાસભ્ય અને કમિશ્નરને ટકોર કરતાં કહ્યું, મેયર થઈ જાય એટલે પોતાના વોર્ડમાં જ કામ કરાવે તેવું ન ચાલે. ધારાસભ્ય બની ગયા એટલે નગરપાલિકા પર કબજો જમાવે તેવું પણ ન ચાલે. પહેલા રોડ બનાવવામાં આવે અને બાદમાં ગટર વાળો આવી જાય, આ બાબતે પછી સાંભળવું તો પડે જ છે. માત્ર નગરપાલિકા જ નહીં પણ સરકારે પણ આ મુદ્દે સાંભળવું પડે છે.
-CMએ કહ્યું કે કામ મોડુ થશે તો ચાલશે પણ….
સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે. કામની ગુણવત્તાને લઈ મુખ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું, ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે, કામ બે મહિના મોડું થાય તો ચાલે પણ કામની ગુણવતા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે. એક્શન ન લેવા પડે અને સારું કામ થાય તે બાબતનું ધ્યાન રાખવું પડશે. એક્શન લેવા પડે તો લેવા માટે પણ આપણે અચકાશું નહીં,