mysamachar.in-અમદાવાદ
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આખલાઓનો તેમજ રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જતો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે,બે દિવસ પૂર્વે જ જામનગરના ખોડીયારકોલોની વિસ્તાર નજીક ગર્ભવતી મહિલાને આખલાએ હડફેટે લેતા હાલ તે ગંભીરરીતે ઘવાયેલ મહિલા સારવાર હેઠળ છે,ત્યારે ના માત્ર જામનગર પણ ગુજરાતના કેટલાય મેટ્રો સીટી ની આવી જ હાલત ગુજરાત હાઈકોર્ટ સુધી પહોચી છે,
ત્યારે ગુજરાત હાઇકોર્ટ રખડતા ઢોર મામલે ગંભીર બનીને આકરું વલણ દાખવેલ છે ,ગુજરાત હાઇકોર્ટને સરકારને જણાવેલ છે કે આ સમસ્યાના સમાધાન માટે સરકાર શું કરી રહી છે ? તેના જવાબમાં સરકારે જણાવ્યું કે 865 ફરિયાદ મળેલ છે,ગુજરાતના મહાનગરો તેમજ તાલુકા મથકો ઉપર રખડતા ઢોરના ત્રાસના લીધે જીવલેણ બનાવો વધી રહ્યા છે,
ત્યારે હાઇકોર્ટની ટકોર બાદ સરકારની આંખ ઉધડે અને રસ્તે રજળતા પશુઓનો ત્રાસ દુર થાય તો રાહદારીઓ અને વાહનચાલકો ને મોટી રાહત થાય તેમ છે.