mysamachar.in-ગીરસોમનાથ:
થોડા દિવસો પૂર્વે જામનગર એ ડિવિઝન પોલીસએ પંચેશ્વર ટાવર નજીકથી મૂળ જામનગરના શંકરટેકરી વિસ્તારનો રહીશ એવા એક નકલી પીએસઆઇને ઝડપી પાડીને તેની પાસેથી પીએસઆઇની નિમણુંકનો બોગસ લેટર પણ કબ્જે કર્યા હતા અને આ મામલાની તપાસ હજૂ તો ચાલી રહી છે ત્યા જ ગીરસોમનાથ જીલ્લામાંથી પણ અસલી ફોજદારે નકલી ફોજદારને ઝડપી લઈને તેને અસલી પોલીસનો પાવર બતાવ્યો છે,
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળમાં નકલી પીએસઆઇ બનીને લોકોને ધમકાવી છેતરપીંડી આચરતા શખ્સને અસલી પોલીસે ઝડપી લેતા આ ભાવેશ બાંભણીયા નામનો શખ્સ નકલી પીએસઆઇ બનવાનું તરકટ રચીને પોલીસનો ડ્રેસ અને એરગન ખરીદ કર્યા બાદ કમરે એરગન લટકાવીને લોકો સામે રોફ જમાવી ઘણાને ધમકાવીને શીશામાં ઉતાર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે નકલી ફોજદારે એક વ્યક્તિને ધમકાવીને મોટરસાઇકલ પડાવી લેવામાં સફળ રહયાનું પણ સામે આવી રહ્યું છે,
ગીરસોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે આવેલ બગીચામાં નકલી એલસીબી બનીને ભાવેશ બાંભણીયા કોઈને પોતાનો વધુ શિકાર બનાવે તે પહેલા અસલી પોલીસ આવીને ભાવેશ બાંભણીયાને ઝડપી પાડ્યો છે,
અસલી પોલીસે નકલી પીએસઆઇ બનેલા ભાવેશ બાંભણીયા પાસેથી પોલીસનું નકલી આઈકાર્ડ છેતરપિંડીથી પડાવેલ મોટરસાઈકલ સહિત ૨૬૫૦૦નો મુદ્દા માલ કબ્જે કરી વેરાવળ પોલીસને હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.