my samachar.in-દેવભૂમિ દ્વારકા:
મૃત્યુ પામેલા બીગ્રેડીયરનો પુત્ર બનીને કરોડો રૂપિયાની ખેતીની જમીન પોતાના નામે ચડાવવા માટે ખંભાળીયા મામલતદાર કચેરીમાં વારસાઈ એન્ટ્રી કરાવવા જતાં ખંભાળીયા મામલતદારને શંકા ગઈ હતી અને આ મામલે મૃતક બ્રિગેડીયરના જમાઈએ વાંધા અરજી કર્યા બાદ આ તકરારી કેસ ચાલી જતાં જમીન હડપ કરવા બોગસ પુરાવા ઊભા કરનાર ધોરાજીના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે,
મુળ પંજાબના મોહન મુકુદસિંગ બ્રિગેડીયર નિવૃતિ બાદ ખંભાળીયાના હર્ષદપુર પાસે ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા અને તેમણે હર્ષદપુર ખાતે ૧૫ વીઘા ખેતીની જમીન વેચાતી લીધી હતી અને અહિયાં એકલાજ રહેતા હતા દરમ્યાન મોહન મુકુદસિંગ બ્રિગેડીયરનું અવસાન થયું,તેમના વારસદારો વગેરે પંજાબ,દિલ્હી,અમેરીકા રહેતા હોય પિતાની ખેતીની જમીન ઉપર કોઈ કબ્જો જમાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય ખંભાળીયા મામલતદાર કચેરી ખાતે આવીને વાંધા અરજી કરી હતી જેમાં ધોરાજી ખાતે રહીને ભૂંડ પકડવાનો ધંધો કરતો માનસિંગ મોનમુકુંદસિંગ નામનો શખ્સ ખંભાળીયા મામલતદાર કચેરીમાં મૃત્યુ પામેલ બ્રિગેડીયર મોહન મુકુંદસિંગની હર્ષદપુર ખાતે આવેલ ખેતીની જમીનમાં પેઢીનો ખોટો આંબો રજૂ કરી બ્રિગેડીયરનો પુત્ર હોવાના ખોટા પુરાવા ઊભા કરી જમીન હડપ કરવાનું કાવતરું બહાર આવતા ખંભાળીયા ઇ-ધરાના નાયબ મામલતદાર ભરતભાઇ સંચણિયાએ ધોરાજીના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે,
આ જમીન પ્રકરણમાં ધોરાજીના સરદારજી શખ્સને ખંભાળીયાના સ્થાનિક કોઈ ભૂમાફિયા શક્શો દ્વારા ઊભો કરીને આ જમીન પચાવી પાડવાનું કાવતરું રચ્યું હોય તેવું લાગી રહ્યું છે તેવું ખંભાળીયાના મામલતદાર વૈષ્ણવએ જણાવ્યુ હતું
આ જમીન કૌભાંડ માં નાયબ મામલતદાર દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જમીન કૌભાંડ ની તપાસ પી.આઈ. એ.બી. જાડેજા ચલાવી રહ્યા છે.