mysamachar.in-જામનગર
જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર જગાવનાર એવા જામનગરના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈ જે કાનાબાપુ ના નામ થી ઓળખાતા હતા,તેની લુંટના ઈરાદે હત્યા કર્યા બાદ ટીટોડીવાડી નજીક નદીના કાંઠે તેની લાશ પર અઢી લીટર જેટલું પેટ્રોલ છાંટી અને લાશને સળગાવી દઈ પુરાવાઓ નો પણ નાશ કરનાર બંને આરોપીઓ જાફર જુણેજા અને ઉબેદ કોરડીયાને એલસીબીએ ઝડપી પાડ્યા બાદ તેને સીટી એ ડીવીઝન પોલીસ ને સોંપવામાં આવ્યા છે,અને પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા,
પોલીસના રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ મા આ બને શખ્સો એ થોડા સમય પૂર્વે પાર્ક કોલોની નજીક ગીરધારીલાલના બંગલા પાસેથી એક વૃદ્ધ વ્યક્તિના ગળામાંથી આશરે ત્રણ તોલા સોનાના ચેન ની ચીલઝડપ કરી હોવાની પણ કબુલાત આપતા પોલીસે રિમાન્ડ દરમિયાન બને ઇસમોએ આચરેલ વધુ એક ગુન્હો પણ શોધી કાઢ્યો છે.
ઉપરાંત લાશ સળગાવવા માટે અઢી લીટર પેટ્રોલ બને શખ્સો પવનચક્કી નજીક આવેલ રાજા પેટ્રોલીયમ મા થી લાવ્યા હોવાનું પણ પોલીસને જણાવ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.