mysamchar.in-જામનગર:જામનગર મહાનગરપાલિકા ભાજપશાશિત મનપા છે..એવામાં આ મનપામાં નિર્ણયો લેવાની સતા ખડી સમિતિ ને હોય છે..ત્યારે મહાનગરપાલિકા ના વિપક્ષ નો આક્ષેપ છે કે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા દ્વારા શહેરના વિકાસ માટે ૧૦% લેખે કોંગ્રેસના ૧૬ કોર્પોરેટરો ને ગ્રાન્ટ ફાળવેલ જેમાં ૭૦%રાજ્યસરકાર,૧૦%ધારાસભ્ય,૨૦%કોર્પોરેટર ને ફાળવવાના હોય અને તે ગ્રાન્ટ થકી શહેરના વિકાસના કામો કરવાના હોય છે..પરંતુ સતાધારીપક્ષ ભાજપ દ્વારા ભેદભાવ રાખીને ગેરબંધારણીય રીતે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ઠરાવ કરી અને રદ કરેલ છે જે જામનગર શહેરના ગરીબ સ્લમ પછાત વર્ગ પ્રત્યે ભેદભાવ રાખનાર હોવાનો આક્ષેપ મનપા ના વિપક્ષ દ્વારા કરાયો છે..
સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા કરવામાં આવેલ આવા ગેરબંધારણીય નિર્ણયનો આજે મનપાના વિપક્ષ અને કોંગી કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની ખુરશીની બાજુમાં જ એક ખુરશી રાખી અને તેમાં બાળકને બેસી અને બાળકો દ્વારા ફૂલો આપી અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો..