• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

તમારાં બિઝનેસનો સંપૂર્ણ GST ડેટા ઉભી બજારે વેચાણ થાય છે !!

અગાઉ આ બાબતે ગુજરાત સરકારને પણ રજૂઆત થયેલી, પરંતુ મામલો...

My Samachar by My Samachar
June 3, 2025
in ગુજરાત, સુરત
Reading Time: 1 min read
A A
તમારાં બિઝનેસનો સંપૂર્ણ GST ડેટા ઉભી બજારે વેચાણ થાય છે !!
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in- સુરત:

તમે કોઈ મહત્ત્વપૂર્ણ બિઝનેસ કરો છો અને તગડો નફો તથા તોતિંગ ટર્નઓવર ધરાવો છો તો, તમારો બિઝનેસ ડેટા તમારાં હરીફ અથવા તમારાં ધંધાકીય કે અન્ય કોઈ પ્રકારના દુશ્મન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને તમારા આ બિઝનેસડેટાના દુરુપયોગથી તમને સામેની વ્યક્તિ ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. ગુજરાતમાંથી આ મતલબની સત્તાવાર રજૂઆત છેક દિલ્હી પહોંચી. આ અગાઉ આવી રજૂઆત ગાંધીનગર પણ થયેલી પરંતુ આ મામલો કેન્દ્ર સરકાર હસ્તક જ ઉકેલી શકાય એ પ્રકારનો છે. મામલો અતિ ગંભીર છે.

સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનએ આ મતલબનો પત્ર કેન્દ્ર સરકારના નાણાંમંત્રીને મોકલ્યો છે. આ પત્રમાં ગંભીર અને ચિંતાપ્રેરક હકીકતો લખવામાં આવી છે. પત્રમાં લખાયું છે કે, GSTની ઓનલાઈન વ્યવસ્થાઓમાંથી કરદાતાઓનો ગુપ્ત ડેટા ઉભી બજારે વેચાણ થઈ રહ્યો છે. આ માટે એક ગેંગ કાર્યરત છે. આ પત્રમાં આ ઉપરાંત રિફંડમાં વિલંબ અને તેને કારણે GST તંત્રમાં ચાલતો અને પોષાતો ભ્રષ્ટાચાર અને અધિકારીઓ દ્વારા ધંધાર્થીઓને ઝીંકવામાં આવતાં આડેધડ દંડ અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે.

નાણાંમંત્રીને લખાયેલા આ પત્રમાં CA એસોસિએશન કહે છે: ડેટા સોલ્યુશન નામની એક ગેંગ ગુપ્ત ડેટાના વેચાણનો આ કાળો કારોબાર ચલાવે છે. આ કાળો ધંધો મોટાં પ્રમાણમાં ચાલી રહ્યો છે. GST સંબંધિત તમામ પ્રકારના ગુપ્ત ડેટા ઉભી બજારે વેચાણ થઈ રહ્યા છે. આ ગેંગ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડાથી આ કાળો ધંધો ઓપરેટ કરે છે. આ અંગેના પુરાવાઓ અમારી પાસે ઉપલબ્ધ છે તેમ આ CA એસોસિએશન કહે છે.

એસોસિએશન કહે છે: કોઈપણ બિઝનેસની આ ગુપ્ત વિગતો ત્રીજા પક્ષ પાસે પહોંચી જવાથી, સંબંધિત બિઝનેસમેનને સ્પર્ધા અને નુકસાન સહન કરવા પડે છે. બિઝનેસની ગુપ્ત માહિતીઓ લીક થવી એ ગોપનીયતાનો ભંગ પણ છે. પરિસ્થિતિઓ એ તરફ જઈ રહી છે જ્યાં વેપાર કરવો સુરક્ષિત નહીં રહે. અગાઉ આ બાબતે ગુજરાત સરકારમાં જાણકારીઓ આપવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ વિના આ મામલો ઉકેલી શકાય તેમ નથી.

એસોસિએશને પત્રમાં એમ પણ લખ્યું છે કે, આ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ તરીકે ઓળખાતી GST સિસ્ટમ જ નિષ્ફળ સાબિત થઈ શકે છે. આથી અમો સરકાર પાસેથી માત્ર ખાતરી નથી ઈચ્છતા, નક્કર પગલાંઓની આશા રાખીએ છીએ. વેપારીઓ સામનો કરી રહ્યા છે તે પ્રકારની આ સ્થિતિઓનો તાકીદે ઉકેલ લાવવામાં નહીં આવે તો, સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જશે એમ આ પત્રના અંતમાં કહેવાયું છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

અંધારૂ : પ્રદૂષણ બદલ ઉદ્યોગો પાસેથી વસૂલાતી રકમ વણવપરાયેલી !

June 5, 2025
અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

June 5, 2025
જામનગર જિ.પં.ના સિંચાઈવિભાગમાં ભ્રષ્ટાચારની ‘ખેતી’ અને લીલાલહેર !!

જામનગર જિ.પં.ના સિંચાઈવિભાગમાં ભ્રષ્ટાચારની ‘ખેતી’ અને લીલાલહેર !!

June 5, 2025
સરકારના કૃષિ સહિતના વિભાગોમાં થયેલી RTI અરજીઓના આંકડા…

RTIમાં આવકારદાયક ફેરફારો, પણ અમલની ખાતરી કોણ આપશે ?

June 5, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

હથોડો : જામનગરના ઉદ્યોગ એસો.ના હોદ્દેદારના કારખાનાને ગાંધીનગરથી લાગશે તાળું !

અંધારૂ : પ્રદૂષણ બદલ ઉદ્યોગો પાસેથી વસૂલાતી રકમ વણવપરાયેલી !

June 5, 2025
અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

અરજી બાદ ગુન્હો દાખલ ના કરવા પોલીસ કોન્સ્ટેબલે અઢી લાખ માગ્યા

June 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®