Mysamachar.in-જામનગર
જામનગર ઉતરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના અન્ન અને નાગરીક પુરવઠા તેમજ કુટીર ઉદ્યોગ અને ગ્રાહકોની બાબતોના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) જેટલા રાજકારણમાં સક્રિય છે, તે પહેલા બાળવયથી જ ભક્તિભાવમાં પણ વિશેષ તન્મય રહે છે, આ બાબતે તેમને જણાવ્યુ છે કે તેઓને દાદા દાદી તેમજ માતા-પિતા તરફથી ધર્મ સાધના અને ધર્મરક્ષા તેમજ દાનપુણ્યથી પુણ્યનુ ભાથુ બાંધવાના ઉમદા સદગુણ વારસામા મળ્યા છે, જેમા યસકલગી સમાન એવુ વિષ્ણુયાગનુ આયોજન તેમણે હરિદ્વારમાં ગત લાભપાંચમથી કર્યુ છે, તેની આવતીકાલ અગિયારસના પુર્ણાહુતિ થનાર છે. તેમજ આ ધર્મયજ્ઞ રાષ્ટ્રના સૌ નાગરીકોની પ્રગતિ સમૃદ્ધી સલામતી તંદુરસ્તીના સંકલ્પ સાથે યોજાયાનુ રાજ્યમંત્રીએ mysamachar.in ના વ્યુઅર્સ માટે જણાવ્યુ હતુ,
પરિવારનો વારસો જાળવવાની સાથે પોતાની ધર્મભાવના તેમજ દરેક ભગવાન પ્રત્યે અનન્ય અને અડગ શ્રદ્ધા સાથેનો ભક્તિભાવ હોવાથી વર્ષ દરમિયાન શ્રાવણમાસમાં મહાદેવજીની વિશેષ પૂજા અર્ચના તેઓ કરી વિશેષ યમ નિયમના પાલન સાધકની જેમ કરે છે, તો નવરાત્રીમાં કઠોર અનુષ્ઠાન પણ હકુભા જાડેજા કરે છે ત્યારે તેમની શક્તિ આરાધનાનો ભાવ વિશેષરૂપે પ્રગટ થાય છે, અને સાથે-સાથે પરિવારજનોને પણ આવો અવારનવાર ધર્મલાભ અપાવતા રહે છે,
સાથે-સાથે તેઓ દાનવીર તરીકે પણ હાલારમા સુપ્રસિદ્ધ છે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, અંધાશ્રમ, દિવ્યાંગ સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ બહેનો બાળકોની પ્રગતિ કરતી સંસ્થાઓમા તેમજ હોસ્પીટલો તેમજ દવાખાનાઓમાં તેમના તરફથી ભોજન પ્રસાદ વિતરણ સાધન સુવિધા સહાય આર્થિક મદદ અવિરત થઇ રહી છે અને એવુ પણ કહેવાય છે કે જેમ આપણા શાસ્રમા કર્ણની દાનવીરતાની કથાઓ છે તેમ હકુભાના દ્વારેથી કોઇ જરૂરિયાતમંદ નિરાશ થઇને જતા નથી તેમ તેમના વિશે આ દરેક વિગતો આપતા રાજકીય વિશ્લેષકો અને સમાજના વ્યક્તિ વિશેષના જીવન વિશે અભ્યાસ કરતા સમાજશાસ્રીઓએ જણાવ્યુ છે,
આ તકે મંત્રી ધર્મેન્દ્રસિંહએ જણાવ્યુ હતુ કે ગત લાભપાંચમના દિવસથી હરિદ્વારની પવિત્ર ભૂમિના ગંગા કિનારે તેઓના જાડેજા પરિવાર દ્વારા ‘વિષ્ણુ યાગ’ નું સાત દિવસીય આયોજન કરવામાં આવેલ છે, જેમાં વૈદિક મંત્રોચારથી પ્રકાંડ પંડિત એવા પ્રખર કર્મકાંડી ભૂદેવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો ત્યારે પુરાતન કાળના ઋષિઆશ્રમ અને ગુરૂકુળ જેવો માહોલ એવો બન્યો હતો કે સૌ ધર્મમય લ્હાવો લઇ ધન્યતા અનુભવતા હતા આ મહાયજ્ઞની પુર્ણાહુતિ આવતીકાલના દેવઉઠી એકાદશીના ભવ્ય રીતે થનાર છે તેમ પણ આ વિગતમા તેમણે ઉમેર્યુ છે,
હરિદ્વારની પવિત્ર ભૂમિના ગંગા કિનારે જાડેજા પરિવાર દ્વારા યોજાયેલા આ સાત દિવસીય ‘વિષ્ણુ યાગ’ માં પોરબંદર જીલ્લાના સાંસદ રમેશભાઈ ધડુક નકલંક ધામ તોરણીયાના મહંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ અનેક સંતો મહંતો, અગ્રણીઓએ ઉપસ્થિત રહી ધાર્મિકકાર્યમાં સહભાગી થયા હતા, તેમજ નિત્ય જે રીતે આ યજ્ઞની વિશેષતા છે કે વિવિધ પવિત્ર દ્રવ્યોથી સ્નાન કરી પૂજામા બેસવાનુ હોય છે તે મુજબ જ ધર્મગંગા ઘાટ ઉપર ગંગાજીમાં સ્નાન કરી અને વડીલોનું ભાવપુજન કરી રાજ્યમંત્રી જાડેજા અને તેમના પરિવારે નિયમિત આશીર્વાદ મેળવ્યા હોવાનુ પણ યજ્ઞાચાર્યોએ જણાવ્યુ હતુ,
ઉલ્લેખનીય છે કે આદિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશમા થી ભગવાન વિષ્ણુ સૃષ્ટીના પાલનહાર છે, ત્યારે સમગ્ર ભારતખંડ સહિત વિશ્વભરનુ પાલન પોષણ ખુબજ સમૃદ્ધીપુર્વક થાય તેમજ એવુ પાલનપોષણ થાય કે સૌને સંતોષ અને સ્વાસ્થ્ય સાથે પ્રગતિનો અહેસાસ થાય તેમજ ખાસ કરીને સમગ્ર હાલાર અને ગુજરાત ઉપર ભગવાન શ્રીવિષ્ણુજીની અવિરત કૃપા ઉતરે તેવી પાલનહારની કૃપા મેળવવા તેમને પ્રસન્ન કરવા આ વિષ્ણિયાગનુ આયોજન કરાયાનુ જાણવા મળ્યુ છે, સનાતન ધર્મની ધરોહરમા યજ્ઞ વિધી સૌથી શ્રેષ્ઠ વિધી ગણાવાઇ હોય સમગ્ર પણે રાજ્યમંત્રી હકુભાના પરિવારનુ ભવ્ય અને દિવ્ય આયોજન લોક કલ્યાણના તરંગો અને શક્તિ સંચાર કરનારૂ બની રહેશે તેમ વિદ્વાનોએ શુભાશિષ પાઠવી જણાવ્યુ છે.

























































