Mysamachar.in-જામનગર:
કોરોના મહામારીના કપરાકાળમાંથી લોકોને રાહત મળે અને લોકો સંક્રમિત થતા બચે તે માટે સરકાર દ્વારા લોકોને વધુમાં વધુ વેક્સીન લેવા માટે રોજબરોજ અપીલ કરવામાં આવી રહી છે, અને લોકોનો ઉત્સાહ પણ વેક્સીનને લઈને ખુબ સારો જોવા મળી રહ્યો છે, પરંતુ મુસ્લિમ સમાજમાં વેક્સીનને લઈને કેટલાક ખોટા મેસેજ વહેતા થતા મુસ્લિમ સમાજના લોકો આ વેક્સીન લેતા અચકાઈ રહ્યા છે, ત્યારે મુસ્લિમ સમાજના લોકોના મનમાંથી આ ભ્રમ દુર કરવા માટે આજરોજ જામનગર નજીક આવેલ મસીતિયા ગામ ખાતે આવેલ સુમરા જમતાખાનામાં ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી ઇકબાલ ખફી(ભુરાભાઈ), પૂર્વ જીલ્લા પંચાયત વિપક્ષ નેતા કાસમ ખફી, તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ આરીફ પતાણી અને મસીતિયા ગામના સરપંચ કારાભાઈ અને સમાજના આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજના લોકોમાં કોરોના વેક્સીનને લઈને જાગૃતિ આવે તે માટે એક ખાસ વેક્સીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,
આજે મુસ્લિમ સમાજના લોકોને વેક્સીન માટે જાગૃત કરવાના પ્રયાસ સમા આ પ્રથમ કેમ્પમાં જ લઘુમતી મોરચાના ઇકબાલભાઈ ખફી સહિતનાઓને સફળતા સાંપડી અને ૧૦૦ જેટલા મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનોએ વેક્સીન લીધી હતી,આ તકે ઇકબાલભાઈ ખફી દ્વારા સ્થાનિક આરોગ્ય કેન્દ્રને થર્મલ ગન, માસ્ક, અને સેનેટાઈર પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.