Mysamachar.in-બોટાદ:
જે શહેરમાં દંગા કે ઝુપડા હોય તેની બાજુમાં ઝુપડા બનાવીને ઘરફોડ ચોરી કરવાની ખાસિયત ધરાવતી એક જ પરિવારના સભ્યોની ગેંગને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળતા રાહતનો દમ લીધો છે,
મળતી વિગત મુજબ જામનગર જિલ્લા સહિત ગુજરાતભરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગને બોટાદ જિલ્લા રાણપર વિસ્તારમાંથી પોલીસે ઝડપી લેતા પ્રાથમિક તપાસમાં જ ૧૦૦ જેટલી ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી છે,અને હાલમાં ૧.૫૭ લાખના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ આ ગેંગ પાસેથી મળી આવતા પોલીસે કબ્જે કર્યો છે,
વધુમાં એક જ પરિવારના ૬ સભ્યો દ્વારા ગુજરાતનાં કોઈ પણ શહેરમાં જ્યાં દંગા કે ઝુપડા હોય ત્યાં બાજુમાં ઝુપડા બનાવીને દિવસ દરમ્યાન બંધ મકાનની રેકી કરીને ઘરફોડ ચોરી કરીને રાતોરાત તે શહેર છોડીને અન્ય શહેરમાં નાસી જતાં હતા,અને ખાસ કરીને મોટા શહેર કરતા ગ્રામ્ય શહેરને ટાર્ગેટ કરીને મધ્યમ કે મજૂર વર્ગના લોકો મજૂરી કામે મકાન બંધ કરીને જાય ત્યાં ચોરી કરતા હોવાની આ ટોળકીએ કબૂલાત આપી છે,
આમ છેલ્લા દોઢ વર્ષમાં આ ગેંગ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ-જોડીયા, કાલાવડ, જામજોધપુર, ભાણવડ સહિત ગુજરાતમાં ૧૦૦ સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.ત્યારે બોટાદ પોલીસ દ્વારા આ ગેંગના ૬ સભ્યોની વધુ પૂછપરછ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.
























































