Mysamachar.in-બનાસકાંઠાઃ
રાજ્યના પોલીસબેડામાં હાલ એક જ વાતની ભારે ચર્ચા ચાલી રહી છે, વાત એવી છે કે બનાસકાંઠાના છાપીમાં PSI સહિત 6 પોલીસકર્મીઓને એક સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. SPએ સસ્પેન્શનના હુકમ કાઢતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો છે. સસ્પેન્શન કરવા પાછળના કારણમાં એવું છે કે સરહદી ભુજ જિલ્લા રેંજની ટીમ દ્વારા ઓઇલ ચોરીનો પર્દાફાશ કરી દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 2 આરોપી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. અગાઉ છાપી પોલીસ અને LCBએ અહીં દરોડા પાડ્યા ત્યારે રેડ નીલ બતાવી હતી. બહારની પોલીસ દરોડા પાડતા સ્થાનિક પોલીસની નિષ્ફળતા સામે આવી હતી. ત્યારે કામગીરી પર સવાલ ઉઠતા SPએ છાપી PSI આઇ.એચ. હિંગોરા, બે LCB પોલીસકર્મી સહિત 6 પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા હતા.