Mysamachar.in-જામનગર
NTA ધ્વારા સંચાલીત NEET ની પરીક્ષા મેડીકલ, ડેન્ટલ આયુર્વેદ વગેરે જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા લેવાય છે. NEET 2020 ની પરીક્ષા COVID-19 ના ભયના ઓથાર નીચે લેવાઈ ગઈ જેનું પરિણામ તા. 16-10-2020 ના રોજ જાહેર થયું જેમાં જામનગરની જાણીતી પ્રાઈમ સ્કુલે ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરીને વધુ એક વખત પ્રાઈમ પરફેક્ટ હોવાનો દાખલો આપ્યો છે, જાહેર થયેલા પરિણામમાં જામનગર ખાતે “પ્રાઈમ સ્કુલ” નું ખબ ઉજ્જવળ પરિણામ આવેલ છે. આ સ્કુલના છ વિધર્થીઓ અજુડીયા યશ 666 માર્ક્સ, પંડિત વિરલ 665 માર્કસ, ભેસદડીયા યાજ્ઞિક 635 માર્કસ, કાનાણી અંકિત 617 માર્કસ, નંદા કેશા 611 માર્કસ, પીઠીયા જેનીષ 602 માર્કસ 720 માર્કસ માંથી 600 ઉપર માર્કસ મેળવી રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
પ્રાઈમ સ્કુલનું મેનેજમેન્ટ સાયન્સ ટીચર્સ ધ્વારા જ સંચાલિત હોવાથી આવું ઉજ્જવળ પરિણામ શકય બન્યું છે. આ ઉપરાંત સ્થાયી શિક્ષકો અને રેગ્યુલર ડાઉટ સોલ્વીંગને કારણે વિધાર્થીઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકે છે. આ વિધાર્થીઓ COVID-19 ને કારણે શાળાએ આવી શકતા ન હોવા છતાં શાળાના મેનેજમેન્ટ ધ્વારા સતત વિધાર્થીઓનું ઓનલાઈન કાઉન્સેલીંગ કરી તેઓનું મનોબળ દ્રઢ બનાવેલ વિધાર્થીઓ એ પણ ખુબજ સારી પધ્ધતિ સરની મહેનત કરી શાળા ધ્વારા યોજાતી Online test પણ બધાજ વિધાર્થીઓ નિયમિત રીતે આપતા જેનું પ્રતિબિંબ આ પરિણામમાં જોવા મળે છે. આ પરિણામ બદલ શાળાના મેનેજમેન્ટના રાજેન્દ્રભાઈ માલવિયા, નિશાંતભાઈ દોશી, ભદ્રેશભાઈ માંકડ, જયેશભાઈ ગોઢાણીયા, સંદીપભાઈ ટીલવા અને તમામ શિક્ષકગણોએ વિધાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવે છે.