Mysamachar.in-જામનગર:
જામનગરની જી.જી.હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે,આ હોસ્પીટલમાં ના માત્ર જામનગર પણ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ સહિતના અન્ય જિલ્લાઓમાંથી દર્દીઓ શ્રેષ્ઠ સારવાર મેળવવા માટે આવે છે અને અહી ફરજ બજાવતા તબીબો પણ દર્દીઓની સેવામાં કોઈ કચાસ છોડતા નથી
જામનગરની જી.જી હોસ્પીટલના એવા જ એક શ્રેષ્ઠ તબીબ એટલે કે મેડીસીન વિભાગના વડા અને એમ.પી.મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના પ્રાધ્યાપક ડો.મનીષ એન.મહેતા છે તેવો વર્ષોથી પોતાની ફરજ સુપેરે નિભાવવા માટે જાણીતા તબીબ છે, અને તેવોએ કેટલાય દર્દીઓની ગંભીર સ્થિતિઓમાંથી બહાર લાવી અને સંપૂર્ણ સ્વસ્થ કરવામાં મોટું યોગદાન આપ્યું છે જે સર્વવિદિત છે, ના દિવસ કે રાત તેવો 365 દિવસ અને 24 કલાક દર્દીઓને જયારે તેમની મદદની જરૂર હોય ત્યારે ખડેપગે રહી શ્રેષ્ઠ સારવાર આપવાનો ઉત્તમ પ્રયાસ કરે છે. મહત્વનું છે કે કોરોનાના અતિ કપરા કાળમાંમાં પણ ડો.મહેતાએ દર્દીઓની કરેલ વિશેષ સેવાની સમાજ શ્રેષ્ઠીઓએ નોંધ લીધી હતી.
ત્યારે ડો.મનીષ મહેતાએ ના માત્ર જામનગર જી.જી હોસ્પિટલ પણ જામનગરને ગૌરવ અપાવ્યું છે એટલા માટે કે તાજેતરમાં અમદાવાદ ખાતે IMA ઇન્ડીયાની ત્રિ-દિવસીય કોન્ફરન્સ પ્રથમ વખત ગુજરાતમાં યોજાઈ હતી આ એસોસીએશન હેઠળ સમગ્ર દેશના 4 લાખ તબીબો નોંધાયેલા છે.
આ કોન્ફરન્સ દરમિયાન જામનગરની જીજી હોસ્પિટલના મેડીસીન વિભાગના વડા ડો.મનીષ એન. મહેતાને સિનિયર ફિઝિશિયન સોશિયલ ફોર કોમ્યુનિટી (અર્બન અને રૂરલ એરિયા)માં બેસ્ટ પ્રેક્ટિસનર તરીકે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી સમાજસેવી તબીબી સેવા આપી આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમના આ સેવાભાવ અને નિષ્ઠાપૂર્ણ કાર્ય બદલ તેમને આ ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું.આ સિદ્ધિથી જામનગર અને એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી હોસ્પીટલનું નું નામ રાજ્ય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. મહત્વનું છે કે આ પરિષદમાં ગુજરાતભરના વિવિધ નામાંકિત અને પ્રતિષ્ઠિત તબીબોને તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
























































