Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આજના સમયમાં લગભગ કોઈ પાસે ફોન નહિ હોય તેવું બનશે નહિ,પણ લોકોના મોબાઈલ નંબરો યેનકેન પ્રકારે મેળવી લઇ અને વિવિધ લોભામણી સ્કીમો આપી અને નાણા પડાવી લઇ છેતરપીંડી કરતી કેટલીય ગેંગો અને બનાવટી કંપનીઓ સક્રિય છે,ત્યારે કલ્યાણપુર તાલુકાના ભાટીયાનો એક વેપારી પણ આવી જ એક છેતરપીંડીની સ્કીમનો ભોગ બનતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
વિગત એવી છે કે,ભાટીયાના વેપારી શૈલેશભાઈ જેન્તીભાઈ ચંદારાણાને તેના ફોન પર મેસેજ અને ઈ-મેઈલ કરી અલગ-અલગ સ્કીમોની લાલચ આપી અને સ્કીમનો લાભ મેળવવો હોય,તો રૂપિયા જમા કરાવવાનું પણ જણાવેલ જેથી શૈલેષભાઈએ લાલચમા આવી જઈને ૧,૦૦,૦૦૧ આશિષ શર્મા,અને દર્શાવેલા ફોન નંબરવાળા વ્યક્તિઓના ખાતામા જમા કરાવી અને કોઈ સ્કીમનો લાભ ના મળતા પોતાને છેતરાયા હોવાની અનુભૂતિ જયારે શૈલેષભાઈને થઇ ત્યારે તેવોએ આ મામલે કલ્યાણપુર પોલીસ મથકમાં ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.