mysamachar.in-જામનગર:
આજે 15માં નાણાપંચની બેઠકમાં જામનગરના વિકાસ કામોનો પ્રોજેક્ટ મેયર દ્વારા રજૂ કરાશે
જામનગર શહેરમાં વિવિધ વિકાસ કામો માટે રૂપિયા 169 કરોડની રકમ ગ્રાન્ટ સ્વરૂપે મળે તે માટેની દરખાસ્ત લઈને મેયર,કમિશનર આજે ગાંધીનગર પહોંચ્યા છે જ્યાં સાંજે 15 મા નાણાપંચની મળનારી બેઠકમાં જામનગરનો વિગતવાર પ્રોજેક્ટ રજૂ કરવામાં આવનાર છે.
જામનગરમાં વિકાસ કામો માટેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે દરખાસ્ત પત્ર લઈને મેયર હસમુખ જેઠવા આજે ગાંધીનગર પહોંચ્યા છે જેની સાથે મ્યુનિ.કમિશનર આર.બી.બારડ તેમજ ચીફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મલ પણ જોડાયા છે.મેયર,કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલા રૂપિયા 169 કરોડ 56 લાખના વિકાસ કામોના પ્રોજેક્ટ આ નાણાપંચની બેઠકમાં રજૂ કરવામાં આવશે.તેમાં મુખ્યત્વે મહાનગરપાલિકા હદમાં સમાવિષ્ઠ કરવામાં આવેલા વિસ્તારોમાં વોટર વર્કસ તેમજ ભૂગર્ભ ગટરના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટરોમાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ કરવાના કામો,ઉપરાંત સફાઈ માટેના સાધનો,લેન્ડ હીલ સાઈટ ડેવલોપમેન્ટ,ભૂગર્ભ ગટર માટેની પાઈપલાઈનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત,ટીપીડીપીમાં સેન્ટ્રલ લાઇટીંગના કામો,ટ્રાફિક સિગ્નલ અને વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી વગેરેનો પણ સમાવેશ થાય છે.