Mysamachar.in- જામનગર:
જામનગર શહેરના દેવુભા ચોક નજીક આવેલ ટિંબાફળી વિસ્તારમાં આજે સવારે 10:30 વાગ્યાના સુમારે એક બે માળનું મકાન કે જેનું રીનોવેશન કામ ચાલી રહ્યું હતું તે અચાનક ધરાશાઇ થતાં ત્રણ લોકો મકાન નીચે દટાઇ ગયા હતા. જેમાથી એક મૃતદેહને ફાયર વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો છે, જ્યારે હજુ અન્ય બે લોકો પણ અંદર દટાયા હોય એક મૃતદેહ દટાયેલો જોવા મળે છે,અને એકદમ સાકડી શેરી હોય ફાયર વિભાગની ઘણી જહેમત બાદ પણ કાટમાળ હતી રહ્યો નથી ત્યારે રાજકોટ ફાયર વિભાગ અને જામનગર ની ખાનગી રીફાઇનરીના ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે. હજુ પણ જે બે લોકો કાટમાળ નીચે દબાયેલા છે તેને બહાર કાઢતા બે કલાકથી પણ વધુ સમય લાગશે તેમ પણ લાગી રહ્યું છે. બનાવની જાણ થતાં જિલ્લા કલેક્ટર રવિ શંકર, એસ.પી. શરદ સિંઘલ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોચી સ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓ ને જરૂરી સૂચનો કર્યા હતા, બનાવને પગલે આસપાસ લોકોના ટોળા પણ એકત્ર થયા હતા જેને દૂર કરવા પોલિસે જહેમત ઉઠાવી પડી હતી.