Mysamachar.in-સુરત
આજના સમયમાં નાની વયના લોકોથી માંડીને વયોવૃદ્ધ સુધી કેટલાય લોકો ગુટખા તમાકુના બંધાણી થઇ ચુક્યા છે, આવી આદત શરીરમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓને નોતરે છે છતાં મો ભરીને તમાકુ આરોગનારાઓએ હવે ચેતી જવું પડશે કારણ કે તમે જે ગુટખા ખાવ છો તે ડુપ્લીકેટ છે કે ઓરીજનલ તે પારખવું પડશે….
સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજીસ્ટીકના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો.પોલીસે ત્યાંથી ડુપ્લીકેટ ગુટખાનો રૂ. 6 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો. ડુપ્લીકેટ ગુટકા તમાકુનો જથ્થો દિલ્હી ખાતેથી મહાવીર સખારામ નૈણ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ગુટકાના જથ્થા ઉપર કાનૂની ચેતવણી પણ લખવામાં આવી ન હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે. આ સ્થળ પરથી ગુટખાનો જથ્થો અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં ગુટકા ઉપરાંત બે ટ્રક, અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ. 6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હાલમાં ત્રણ ઇસમોને ઝડપી તેમજ દિલ્હીથી માલ મોકલનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.