Mysamachar.in-જામનગર
જામનગરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા યોજાયેલા ગણેશોત્સવમાં સહયોગી બનેલા ગણેશ મંડળો તથા ગણેશ ભકતોનો સન્માન સમારંભ ડીજીટલ માધ્યમથી યોજવામાં આવ્યો હતો જામનગરમાં આ રીતે પ્રથમવાર કરાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ જીતુભાઈ લાલે ઓનલાઈન જોડાયેલા સેંકડો ગણેશ ભકતોનું શાબ્દીક સ્વાગત કરતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના સમયમાં સરકારની માર્ગદર્શિકા મુજબ ઓનલાઈન યોજાયેલા ગણેશોત્સવમાં સહભાગી બનીને આ કાર્યક્રમને સફળતા આપાવનાર દરેક ગણેશ મંડળો અને ગણેશ ભકતોને ધન્યવાદ પાઠવ્યા હતા સાથે જ સંસ્થા ધ્વારા આયોજીત નવરાત્રી પર્વ પ્રસંગની ગરબા-દાંડિયા-દીવડા અને આરતી શણગારની સ્પર્ધામાં પણ શહેરીજનોને ઉત્સાહભેર ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું
આ સન્માન સમારોહમાં પ્રતીકાત્મક રીતે કોમ્પ્યુટર ડ્રોથી નક્કી થયેલ બે ગણેશ મંડળોનું એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ વતી ટ્રસ્ટી જીતુભાઈ લાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં બેડી નાકા વિસ્તારના શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ પટેલ કોલોની વિસ્તારના વ્રજ રેસીડેન્સી ગણેશ મંડળના પ્રતિનિધીઓએ મંચ પર સ્મૃતિ ચિન્હ તથા પ્રમાણપત્ર સ્વીકાર્યા હતા
આઉપરાંત ભાગ લેનારા ગણેશ મંડળો અને વ્યકતિગત ગણેશ સ્થાપના કરનારા પૈકીના ધનલક્ષ્મી ગ્રુપ (નાગર પરા), માધવ દર્શન ગણેશ મંડળ (ક્રિકેટ બંગલા સામે , લીમડાલાઈન કોર્નર), સિધ્ધી વિનાયક મંડળ (ભોયવાડો), ગણેશ મિત્ર મંડળ (ગુલાબનગર) તેમજ વ્યક્તિગત રીતે ઉજવણીમાં જોડાયેલા ગણેશ ભકત સહીત પાંચનું સન્માન જીતુભાઈ લાલના હસ્તે ઓનલાઈન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવુતિઓની તસ્વીરી ઝલક પણ સૌએ ઓનલાઈન નિહાળી હતી.