Mysamachar.in-જામનગર:
મહિલાઓ માટે આ કિસ્સો એટલા માટે ચેતવણીરૂપ છે કારણ કે જો ઘર આંગણે કોઈ અજાણ્યા ઇસમો આવીને લોભલાલચ જેવી વાત કરે તો તેમાં ફસાવવા થી મોટી નુકશાની વેઠવાનો વારો આવે છે,જામનગરમા એક બનાવ સીટી સી ડીવીઝન મથકમાં નોંધાયો છે,
જેના પર નજર કરવામાં આવે તો ઓશવાળ આવાસ,જકાતનાકા પાસે રહેતા સુશીલાબેન ધીરજભાઈ નગરીયા નામના ૬૨ વર્ષીય વૃદ્ધા ઘરે હતા ત્યારે અંદાજે ૨૫થી૩૦ વર્ષના બે અજાણ્યા ઇસમો જે ગુજરાતી બોલતા હતા,તેને આવીને સુશીલાબેનને કહેલ કે તમારા સોના-ચાંદીના દાગીના આપો અમે તેને ઉજળા કરી દેશું..આવી વાત કરી સુશીલાબેનની નજર ચૂકવી અને સોનાની બે બંગડીઓ જેની કીમત ૪૫૦૦૦ થાય છે તે ઉઠાવીને પલાયન થઇ જતા પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.


























































