Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશનમા કાર્યપાલક ઇજનેર ડ્રેનેની પસંદગી મામલે વિવાદ શમવાનુ નામ જ લેતો નથી અને એક પછી એક ફણગા ફુટ્યા જ રાખે છે, કેમકે ભાઇ અમીત માટે લાયકાત ગેરબંધારણીય રીતે ફેરવી નાંખ્યાનો આક્ષેપ કરી તેની નિમણુંક ઉપર મંજુરીની મહોર ન મારવા કમીશનરને મુદાસર અરજી થઇ છે, આ પોસ્ટ માટેના કુલ ત્રણ ની અરજી માન્ય રહેલી હતી જેમાંથી એક ( અમિતભાઇ સિવાય)ની માસ્ટર ડીગ્રી અને પાંચ વર્ષથી વધુ અનુભવ હતો જ અને મેરીટમા તેમનુ નામ પહેલુ જ હતુ, એકાએક ભુગર્ભ શાખાનો અનુભવ આવશ્યક હોવાનુ ઉમેરી તે લાયક ઉમેદવાર ને હળાહળ અન્યાય કર્યાનુ બહાર આવ્યુ છે, કેમ કે ડ્રેનેજ વિભાગમા નિયમાનુસાર સીવીલ શાખાનો અનુભવ પણ માન્ય જ છે.
વળી ૩ ઉમેદવારોની અરજી માન્ય રાખ્યા બાદ લેખીત અને મૌખીક પરીક્ષા માટે માત્ર ચાર જ દિવસનો સમય અપાયો હતો, જોકે ભાઇ અમીત માટે તો પેપર ફુટી જ ગયુ હતુ તેવી પણ એક ચર્ચા છે, તેમજ મે ૨૦૧૮ ની આ પરીક્ષા પ્રોસેસ બાદ લાંબોસમય આ પ્રકરણ સુષુપ્ત રહ્યુ અને બાદમા તાજેતરમા એકાએક ગતી પકડી ગયુ તે પણ શંકા પ્રેરક છે એવા પણ સવાલો ઉઠે છે કે ત્યારે " ગોઠવણ" નહતી થઇ અને હવે " ગોઠવણ " થઇ ગઇ માટે અન્ય બે અને તેમાય એક તો માસ્ટર ડીગ્રીધારક જે ખરેખર માપદંડ મુજબ ક્વોલીફાઇડ હોવા છતા કોરાણે મુકી દેવાતા તેને પણ કમીશનરને મુદાસર રજુઆત કરી આ નિમણુંક ની પ્રક્રીયા ગેરકાયદેસર હોય ન્યાય ના હિતમા વહીવટી મંજુરી ન આપવા માંગણી થઇ છે
કમિશ્નર પણ અવઢવમાં..
કા.ઇ.ડ્રે. નુ પ્રકરણ એવુ વગોવાયુ છે કે કમીશનર પણ અવઢવમા છે, સરકારમા પ્રકરણ મોકલતા પહેલા શરતી નિમણુંક આપવાની સતાનો ઉપયોગ કરવો કે નહી તે મુંઝવણ તેમને સતાવતી હોવાનુ પણ ચર્ચાય છે કેમકે સમગ્ર પ્રકરણ હાલના કમિશ્નર આવ્યા તે પહેલાનુ છે અને હાલ છેલ્લા ઘણા સમયથી તેઓ બહારથી આવતા અહેવાલોને ગંભીર ગણવાની તૈયારીમા છે, ત્યારે હવે જેમની સાથે " ગોઠવણ" થઇ છે તે કમીશનરને દબાણ કરે તો જ કમીશનર મંજુરી આપે નહીતો પ્રકરણ નો પુખ્ત અભ્યાસ કરે તે સ્વાભાવિક છે માટે સૌની મીટ છે કે શુ થશે?