Mysamachar.in-જામનગર:
થોડા વર્ષો પૂર્વે જામનગર શહેરમાં કીમતી જમીનો પર કબજો જમાવી લેનાર નામચીન જયેશ પટેલ સામે કેટલીક ફરિયાદો દાખલ થઇ બાદમાં તેની સામે ગુજ્સીટોકનો ગુન્હો પણ દાખલ થયો છે, તે જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલના લખણ પણ કમ ના હોય તેના વિરુદ્ધ એક બાદ એક ગુન્હાઓ દાખલ થઇ રહ્યા છે, તેવામાં એક આસામીએ સોસાયટીના કોમન પ્લોટમાં કબજો જમાવી અને કાચું પાકું બાંધકામ કરી 5 કરોડની બજારકિમત ધરાવતા પ્લોટ પર કબજો જમાવી લેનાર જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કરેલ અરજી બાદ ફરિયાદ નોંધાવાનો હુકમ થતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે અને એ ડીવીઝન પોલીસે ધર્મેશ પટેલને ઝડપી પાડ્યો છે.
આ અંગે જગદીશભાઈ રમેશભાઈ રામોલીયા નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમનું મકાન મયુર ટાઉનશીપ-૧ પ્લોટ નં. ૪/૧ ધરાવતો હતો. જામનગર શહેરના રેવન્યુ સર્વે નં.૧૨૦૬ વાળી રહેણાંક હેતુ માટે બીનખેતી થયેલ પ્લોટ નં – ૪/૧ માં તેવો રહેતા હતા અને ધર્મેશ મુળજી રાણપરીયા તેની બાજુમાં પ્લોટ નં. ૨,૩, માં રહેતો હતો ત્યારે મયુર ટાઉનશીપનો કોમન પ્લોટ-A ફરતે પોતાના અંગત ઉપયોગ માટે કમ્પાઉન્ડ વોલ કરી અંદર મકાન, શેડ, સંડાશ બાથરૂમ બનાવતા મે તથા સોસાયટીના માણસોએ તેનો વિરોધ કરતા આ ધર્મેશ મુળજી રાણપરીયા કુખ્યાત ગુનેગાર જયેશ પટેલનો સગો ભાઈ થતો હોય જેથી સોસાયટીના માણસોને અપશબ્દો બોલી ડર બતાવી વિરોધ કરતા બંધ કરાવી દિધેલ હોય અને ધર્મેશ મુળજી કોમન પ્લોટ બાબતે ફરિયાદીને ખુબ ત્રાસ આપી હેરાન પરેશાન કરતો હોય જેથી મે મારૂ મકાન પ્લોટ નં.૪/૧ વાળુ વેચાણ કરી નાખેલ ત્યાર બાદ ફરિયાદીએ હિમંત કરી આ કોમન પ્લોટ-એ, ખુલ્લો કરાવવા લેન્ડ ગ્રેબીંગ કમીટીમાં ફરીયાદ કરેલ હતી.
આમ આ ઇસમ ધર્મેશ મુળજી રાણપરીયાએ પોતાના અંગત ઉપયોગ કરવા સારૂ કમ્પાઉન્ડ વોલ બનાવી કોમન પ્લોટ અને રસ્તો બંધ કરી દઈ આ કમ્પાઉન્ડ વોલ અંદર એક પાકા રૂમ એક ટોઇલેટ બનાવેલ છે. તેમજ પ્લાસ્ટીકના પતરાના સામ-સામે બે શેડ બનાવેલ છે અને લોખંડના બે હિંચકા રાખવામાં આવેલ છે. અને આ કોમન પ્લોટમાં પોતાના ઉપયોગ માટે લોખંડનો ગેઇટ મુકી સોસાયટીનો કોમન પ્લોટમાં ગેરકાયદેસર કબ્જો કરી થઈ સોસાયટીનો કોમન પ્લોટની સુવિધા છીનવી લેવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે,
મયુર ટાઉનશીપના કોમન પ્લોટ-A આશરે 965.38 ચોરસ મીટર આશરે બજાર રૂપીયા પાંચ કરોડ, ઓગણીસ લાખ પંચાવન હજારની કીમની પ્લોટનુ ગેરકાયદેસર દબાણ કરી કોમન પ્લોટ હડપ કરી પચાવી પાડી અંગત ઉપયોગ કરતો હોય જે અંગે ફરિયાદ બાદ હવે ધર્મેશ રાણપરિયાની પોલીસે અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.