mysamachar.in-સુરત:
ઈંગ્લીશ દારૂનો ધંધો કરવા માટે બુટલેગરો નીતનવા કીમિયા અજમાવતા હોવાનું વારંવાર સામે આવે છે,ત્યારે દારૂના ધંધાર્થીઓએ હવે મંદિરને પણ મૂક્યું ના હોય તેમ તેનો પણ ઉપયોગ કરીને પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરવા છતાં પોલીસે મંદિરની નીચે ચોરખાનું બનાવીને છુપાવેલ દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર ઝડપી પાડી છે.
વાત છે સુરતના બુડીયા વિસ્તારમાં મહિલા બુટલેગર કુસુમને 5 બોટલ દારૂ સાથે 3 દિવસ પહેલા પોલીસએ ઝડપી લીધી હતી, પરંતુ જામીન પર છૂટી ગયા બાદ આ મહિલાએ ફરીથી દારૂનો ધંધો શરૂ કરી દેતા સુરત પીસીબીની ટીમ ચોંકી ઉઠી હતી અને બાતમીદારોને કામે લગાડ્યા બાદ ફરીથી આ મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા,
આખું ઘર ફંફોસી નાખવા છતાં કશું હાથ લાગ્યું નહીં,પરંતુ પોલીસની નજર ઘરમાં મંદિર પાસે પડી અને તપાસ કરતાં આ મંદિર નીચે ચોરખાનું બનાવવામાં આવ્યુ હતું,જેમાથી પોલીસને ૨૭ હજારની કિમતનો દારૂ મળી આવતા અંતે બીજીવાર આ મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે.
આમ પોલીસથી બચવા માટે આ મહીલા બુટલેગર ઘરમાં મંદિર નીચે ચોરખાનું બનાવીને દારૂ છુપાવ્યો હતો પણ પોલીસની નજર ત્યાં સુધી પહોંચી જતા બુટલેગરના આ કીમિયાનો પણ પોલીસે પર્દાફાશ કરી દીધો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.