Mysamachar.in- બનાસકાંઠા:
રાજ્યમાં દિનપ્રતિદિન સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનો સડો વધી રહ્યો છે, ત્યારે વધુ એક વખત બનાસકાંઠામાં એસીબીને હાથ શાળાનો આચાર્ય અને ફરજ મોકૂફ થયેલ પટાવાળો હાથ લાગ્યા છે, આ કેસની વિગતો એવી છે કે ફરીયાદીના દીકરાને કલાર્ક તરીકે નોકરી આપવાના બહાને આ કામના શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતા,આચાર્ય, સર ભવાનીસિંહ વિદ્યાલય, દાંતા, જી.બનાસકાંઠા વર્ગ-2એ ફરીયાદી પાસે રૂપિયા 16,00,000/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે સરકીટ હાઉસ પાલનપુર ખાતે લાંચના છટકાનું આયોજન કરતા, આ કામના શૈલેશચંદ્ર ચંદ્રવદન મહેતાએ નરેશકુમાર કચરાલાલ જોષી પટાવાળા, (ફરજ મોકૂફ), જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરને સાથે રાખી બન્નેએ રૂપિયા 16,00,000/- ની લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરતા ઝડપાઈ ચુક્યા હતા.