Mysamachar.in-મહેસાણા:
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાની આગવી શૈલીમાં બોલવાની રીતને લઈને ખુબ જાણીતા છે તે થોડામાં ઘણું કહી દે છે, એવામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંગે નીતિન પટેલે જાહેરમંચ પરથી હળવી શૈલીમાં કરેલ એક વાતને આજનો દિવસ માટે સૌ માટે રમુજ સાથે આ બાબત ચર્ચાનો વિષય બની ગયું છે. મહેસાણાના ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ વખતે નીતિન પટેલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ એક સાથે એક મંચ પર હતા. જ્યાં પોતાના ભાષણમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેં આજ સુધી ભૂપેન્દ્રભાઈ જેવા નમ્ર મુખ્યમંત્રી નથી જોયા. બધાની સાથે હળીભળી જવાની ભૂપેન્દ્રભાઈની જે પદ્ધતિ છે વખાણવા લાયક છે.
નીતિન પટેલે પોતાના અનોખા અંદાજમાં જણાવ્યુંકે, ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરે તો હું ઈનામ આપીશ. નીતિન પટેલે દાદાના વખાણ કરતા કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જેવા માણસ ખુબ ઓછા મળે છે. ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી ગુજરાતને ફરી નહીં મળે. ભૂપેન્દ્ર પટેલ એકદમ શાંત રહીને સારી રીતે સરકાર ચલાવે છે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે ના કરી શકે. આપણને ફરી ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી નહીં મળી શકે. હું આરોગ્યમંત્રી હતો ત્યારે ડોકટર્સની હડતાળથી ચિંતા થતી હતી. ભૂપેન્દ્ર પટેલ ડોકટર્સને મળી હસતા મોઢે બહાર આવ્યા છે. આ એમનામાં જાદુ છે. આ વાત તેમની સફળતાની નિશાની હોવાનું પણ નીતિનભાઈએ જાહેરમંચ પરથી હળવી શૈલીમાં કહ્યું હતું.(file image)