Mysamachar.in:જામનગર:
કોઈ પણ ઘરેલુ અથવા ભવ્ય સામાજિક પ્રસંગ કે દમદાર પાર્ટીમાં મહિલાઓને છવાઈ જવાનો શોખ હોય છે, સેંકડો પ્રકારના સૌંદર્ય પ્રસાધનોથી માંડીને અલગ પડતાં વસ્ત્રો અને બેનમૂન-મોંઘી ગોલ્ડ તથા ડાયમંડ જવેલરી ધારણ કરવી- લગભગ તમામ મહિલાઓ માટે બેહદ કમિટમેન્ટ અને જબરો શોખ હોય છે. સ્ટાર પત્નીઓ અને સ્ટારની લાડલી દીકરીઓને પણ આવી ચાહ હોય છે.
જામનગરમાં હાલમાં વિશ્વમાં અજોડ કહી શકાય તેવો એક પ્રિ-વેડિંગ સમારોહ રિલાયન્સનાં આંગણે યોજાયેલો છે, જેનો આજે બીજો દિવસ છે. આ ભવ્ય સમારોહમાં બોલિવુડના શહેનશાહ કિંગખાન તથા તેનું ફેમિલી પણ મહેમાન છે- કિંગખાનનાં પત્ની ગૌરીખાન અને પુત્રી સુહાનાખાન જામનગરના તનિષ્ક જવેલરી શો-રૂમની જવેલરી આ સમારોહમાં ધારણ કરશે તેમ જાણવા મળે છે.
જામનગરમાં પંડિત નહેરૂ રોડ પર આરામ હોટેલની તદ્દન નજીક આવેલાં તનિષ્ક જવેલરી શો-રૂમના માલિક હંસાબેન બાથાણી અને તેવોના પુત્રવધુ ખુશ્બુબેન બાથાણી અત્યારે આ ભવ્ય પ્રિ-વેડિંગ સમારોહ માટે તનિષ્કની જવેલરીની વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે, અત્યારે જયારે સમગ્ર વિશ્વની નજર જામનગરના પ્રિ વેડિંગ સમારોહ પર છે ત્યારે આ પણ જામનગર માટે ગૌરવની વાત છે
અત્રે ઉલ્લેખનિય છે કે, બાથાણી બિલ્ડર્સ અને તનિષ્ક જામનગરમાં મોટું અને વિશ્વસનીય નામ છે, જેના માલિકો બાલકૃષ્ણભાઈ બાથાણી અને તેમના પુત્ર રોનકભાઈ બાથાણીએ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આ ભવ્ય સમારોહ પ્રસંગે શુભકામનાઓ પાઠવે છે.