Mysamachar.in-અમદાવાદ:
પ્રોપર્ટીના ખરીદવેચાણ સમયે સુપર બિલ્ટઅપ શબ્દ વારંવાર ચર્ચાઓમાં આવતો હોય છે અને સંભવિત ખરીદદારો દ્વારા આ અંગે વિવિધ રીતે પૂછપરછો થતી રહેતી હોય છે પરંતુ હવે રાજ્યના બિલ્ડર્સ અને ડેવલપરના સૌથી મોટાં એસોસિએશને એમ કહ્યું છે કે, સુપર બિલ્ટ અપ શબ્દ હવે ભૂતકાળ બની જશે. આ એસોસિએશન એવો પણ દાવો કરે છે કે, આ મુદ્દે મોટાભાગના બિલ્ડર્સ અને ડેવલપર સહમત છે.
આ સંસ્થાએ કહ્યું છે, હવે પછી પ્રોપર્ટી વેચાણ સમયે રેરા કાર્પેટ સ્કવેરફિટ એરિયા ધ્યાનમાં લેવામાં આવશે. તેનાથી પ્રોપર્ટીની કિંમતને કોઈ ફરક પડશે નહીં. એસોસિએશન કહે છે, 60 બિલ્ડર્સ અને ડેવલપર આ મુદ્દે સહમત છે અને બાકીના સભ્યો પણ સહમતી આપશે. સંસ્થાએ વધુમાં કહ્યું છે કે, આગામી 5 થી 7 જાન્યુઆરી દરમ્યાન જે પ્રોપર્ટી શો યોજાશે તેમાં પણ પ્રોપર્ટીનું વેચાણ આ નવી પદ્ધતિએ થશે. આ શોનું ઉદઘાટન CM કરશે અને ગૃહમંત્રી પણ ઉપસ્થિત રહેશે.