Mysamachar.in-બનાસકાંઠા:
બનાસકાંઠા જિલ્લામાં સરપંચ લાંચ લેતા એસીબીના હાથે લાગ્યો છે, જેમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા વાસણ ગ્રામપંચાયતમાં ભૂગર્ભ ગટર લાઈન તેમજ પેવર બ્લોકનું કામ પૂર્ણ કર્યું હતું. જે કામ પૂર્ણ કર્યું હતું તે કામના પૈસા ગ્રામ પંચાયત પાસે કોન્ટ્રાક્ટરને લેવાના હતા. તે નાણાંનું ચુકવણી કરવા સરપંચે કોન્ટ્રાક્ટરને કરેલા કામના 10% લેખે એટલે કે, 50 હજારની લાંચની માગણી કરી હતી. આ કામના કોન્ટ્રાક્ટર લાંચના પૈસા આપવા માંગતા ન હતા. જેથી તેમને પાલનપુર એ.સી.બી કચેરીનો સંપર્ક કર્યો હતો. જે આધારે એ.સી.બીએ છટકું ગોઠવી વાસણ ધાણધા સરપંચ હિબ્બજુર રહેમાન મહમદ હનીફ ઢૂકકાને ધનીયાણા ચોકડી અંબાજી હાઈવે ભોલેનાથ ચાની કીટલી પર 50 હજાર સ્વીકારતા એસીબી બનાસકાંઠાએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.