my samachar.in:ગાંધીનગર
રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ મગફળી કૌભાંડને લઈને ફરીથી કૃષિમંત્રી અને કોંગ્રસના પ્રદેશનેતા વચ્ચે નિવેદનબાજી શરુ થયેલ છે અને મગફળી કૌભાંડ ની તપાસ ને લઇને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મગફળી કાંડ મામલે નિવૃત જજની કમિટી બનાવીને તપાસની જાહેરાત કર્યા બાદ કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે,આ તપાસ પંચના નામે સરકાર નાટક કરી રહી છે અને સીટિંગ જજ મારફત ચોક્કસ સમય મર્યાદામા તપાસ કરવાની માંગણી કરી છે,
જેની સામે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,સીટિંગ હોય કે નિવૃત જજ હોય જજ આખરે જજ છે અને સરકાર પહેલેથીજ આ મામલે ગંભીર હોય,કોંગ્રેસ પાસે કોઈ અસરકારક મુદ્દો જ નથી તે સહિતના પ્રશ્ને આર.સી.ફળદુએ કોંગ્રસ ની આકરા શબ્દો માં ઝાટકણી કાઢી હતી.આમ ગુજરાતમાં મગફળી કૌભાંડ જાણે શાંત પડવાનું નામ લેતું ન હોય તેમ કોંગ્રસના આક્ષેપોની સાથે જ કૃષિમંત્રી ને નિવેદન આપવા સામે આવવું પડે છે અને બનાસકાંઠામાં મગફળીનું વાવેતર થતું નથી તેવો નવો ફણગો ફૂટતા કૃષિમંત્રીની સાથે પૂર્વ મંત્રી શંકર ચૌધરીને પણ નિવેદન આપવા સામે આવવું પડ્યું છે ત્યારે મગફળી કૌભાંડના મૂળિયાં બહુ ઊંડા ઉતરી ગયા હોય તેમ સરકારની ઊંઘ હરામ કરી નાખી છે અને વિપક્ષ માટે સરકાર ને ઘેરવાનો મુદ્દો મળી ગયો છે