Mysamachar.in-ગીરસોમનાથ:
એમ્બ્યુલન્સમાં આમ તો દર્દીઓને કે મૃતદેહોને લઇ જવામાં આવતા હોય છે, પણ જેને દારૂની હેરફેર કરવી છે તે તો ગમે તેમ કરી ને કરવાના.. અને બૂટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અપનાવતા હોય છે જે છાસવારે સામે આવતું હોય છે, ત્યારે ઉનામાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એમ્બ્યુલન્સમાંથી 83 બોટલ અંગ્રેજી શરાબ સાથે બે શખ્સોની ધરપકડ કરી કુલ ૧.૩૩ લાખનો મુદામાલ કબજે કર્યો છે, પોલીસે પરમાનંદ અને રમેશ નામના બે શખ્સોને એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધા છે.