Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
તાજેતરમા યાત્રાધામ દ્વારકા સહિતના ક્ષેત્રોમા કરવામા આવેલા કહેવાતા વિકાસકામો અને સુશોભન કામોની પોલમ પોલ ખુલ્લી પડી અને અનેક કામની નબળી ગુણવતા છડે ચોક બહાર આવી તેવામા દ્વારકાના સુપ્રસિદ્ધ ભડકેશ્ર્વર મહાદેવ મંદિરની પ્રોટેક્શન વોલ તુટી હોય ભાવિકો ઉપર જોખમ ઝળુંબે છે, લાખો લોકોના આસ્થાના પ્રતિક દેવાધીદેવ મહાદેવના આ મંદિરે અમસ્તા પણ અનેક લોકો દર્શને જતા હોય ત્યારે હાલ શ્રાવણ માસમા તો ખુબજ ભાવિક પ્રવાહ ત્યા હોય એ સ્વાભાવીક છે ,ત્યારે દરિયા વચ્ચે જ મંદિર છે એ તો સૌ જાણે છે ત્યારે પ્રોટેક્શન વોલ બનાવાઇ હતી તે તુટી ગઇ છે માટે ઓચીંતા દરિયાના મોટા પ્રવાહ કે મોજાની થપાટો મંદિર સુધી અથડાતી જ રહે અને સાથે સાથે ત્યારે મંદિરમા રહેલા ભાવિકોઉપર પણ જોખમ રહે એ સ્વાભાવિક છે
મંદિરની પ્રોટેકશન વોલ દરિયાના મોજાના લીધે તુટી જવા પામી છે, તેમ તંત્ર સ્વીકારે છે પરંતુ કામ નબળુ કર્યાનુ સ્વીકારતુ નથી અને દ્વારકાના જોવાલાયક સ્થળોમાનું આ એક હોવાથી, મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવે છે. પરંતુ આ પ્રોટેકશન વોલ તુટી જવાથી, આવતા યાત્રાળુઓ માટે જોખમકારક બન્યુ છે, તો આ દિવાલ બનાવી હશે ત્યારે મજબુત નથી બનાવી એ સાબિત થાય છે કેમકે જો દરિયામા પુલ બનતા હોય, પાઇપલાઇનો ફીટ થતી હોય, પ્રવાસન કેનાલ બનતી હોય, જોવાલાયક સ્થળ બનતા હોય અને એ ટકાઉ પણ હોય તો પછી પ્રોટેક્શન વોલ મજબુત કેમ નહી બની હોય એ પણ સવાલ છે
-હજુ કરોડોનુ આંધણ કરવુ છે.
દ્વારકા નગરપાલિકા ચીફ ઓફીસરે જણાવ્યુ હતુ કે આ ભડકેશ્ર્વર મહાદેવ મંદિર ને "આગવી ઓળખ" ના શીર્ષક સાથે ખુબજ સારી રીતે ડેવલપ કરવામાં આવનાર છે. આ મંદિરની પૌરાણિક ઇતિહાસ સાથે તેનુ નવીનીકરણ આશરે ત્રણ કરોડના ખર્ચે કરવામાં આવશે. જેની રજુઆત પણ કરી દેવામાં આવી છે. અને ટુંક સમયમાં આ કાર્ય હાથ ધરાશે.અને નવા માર્ગ, પ્રોટેકશન વોલ સાથેનું સુંદર આયોજન કરવામાં આવશે.
-સરકાર સાવચેત છે ….નાણા છુટા નહી કરે
જુદા જુદા યાત્રાધામોના નબળા કામ મિલીભગત વગેરે છાપરે ચઢીને પોકાર્યા છે, દ્વારકામા પણ ગોમતી ઘાટના પીલર પતાના મહેલની જેમ તુટ્યા બાકીના પણ તોડી પડાયાની ચર્ચા છે, અને જાણકારોના મતે ફાઉન્ડેશન વગરના પીલરો હતા તેમજ આ કામના કોન્ટ્રાક્ટ અંગે કોઇ કારણસર સૌના મો સિવાયેલા છે, માટે તો તપાસ થતી નથી અને કશુ જાહેર થતુ નથી તેવુજ જુદા-જુદા યાત્રાધામોના કામોમા અબજો રૂપિયાના કામ નબળા નીકળ્યા સમગ્ર રાજ્ય ગાજ્યુ અને અબજો રૂપીયા પધરાવાઇ ગયા તે પડઘા હજુ શમ્યા ન હોય નગરપાલીકા ને આ કામ માટે ગ્રાન્ટ ફાળવાશે કે કેમ? એ સવાલ છે કેમકે હાલ તો જેને "લાભ" નથી મળ્યા તેવા લોકો તો આ ભ્રષ્ટાચારોનો ઝંડો ઉચો રાખી લડત છાને ખુણે ચલાવી જ રહ્યા હોય નવા કામ માટે સરકાર સતર્ક હોય જ માટે નાણા આવે તો નસીબ બાકી હાલ તો નાણા છુટા થાય એવુ લાગતુ નથી અને સમગ્ર સૃષ્ટીના રક્ષણહાર નુ ધામ અસુરક્ષીત સ્થિતિમા જ રહેશે જે ભાવિકોની હજુ વધુ કઠણાઇ સમાન બની રહેશે તેવુ લાગે છે