દેવભૂમિદ્વારકા જીલ્લાની ઓખા નગરપાલિકા…નગરપાલિકા તો માત્ર નામની પરંતુ ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બની ગઈ હોય તેમ એટલા માટે લાગે છે કે સતામાં બેઠેલા લોકો અને અધિકારીઓ એ મિલાપીપણું કરી અને આચરેલ ભ્રષ્ટાચાર ની એક બાદ એક હકીકતો નો સીલસીલો એસીબી દ્વારા ખોલવામાં આવતા ઓખા નગરપાલિકા નું નામ આગામી દિવસોમા ભ્રષ્ટાચાર નગરપાલિકા થી ઓળખાય તો પણ નવાઈ નહિ…
ત્રણમાસ પૂર્વે પણ દેવભૂમિદ્વારકા એસીબી દ્વારા ઓખા વિસ્તારમાં કાગળ પર બનેલ શૌચાલય ને લઈને ઉઠેલ વ્યાપક ફરિયાદો અને હાઈકોર્ટ સુધી મામલો પહોચતા શૌચાલયો ના બન્યા હોવા છતાં પણ તેના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર તત્કાલીન ચીફ ઓફિસર,તત્કાલીન નગરપાલિકા પ્રમુખ સહીત ૧૯ સામે ગુન્હો દાખલ કરી અને તપાસ આગળ ધપાવતા સામે આવ્યું હતું કે શૌચાલય બનાવનાર વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ એ પોણાત્રણ કરોડ નું શૌચાલય કૌભાંડ આચર્યું હતું..સંસ્થાઓ એ જે ૩૭૫૨ શૌચાલયો બનાવવાના હતા..તે શૌચાલયો તો ના બનાવ્યા પણ તેના બીલો મિલાપીપણું કરી અને બનાવી લઈને કરોડો નું કૌભાંડ આચરી લીધુ..
શૌચાલય કૌભાંડ હજુ તો તાજું જ છે ત્યાં દેવભૂમિ દ્વારકા એસીબી ની ખાનગી રાહે ચાલી રહેલી તપાસ અને મળતી અરજીઓ ને અનુસંધાને ભ્રષ્ટાચારી ઓખા નગરપાલિકા નું વધુ એક હાઈમાસ્ક ટાવર ઉભા કરવાનું કૌભાંડ પણ સામે આવતા એસીબીએ તત્કાલીન ચીફ ઓફિસર અને પ્રમુખ સહીત ચાર સામે સતાનો દુરુપયોગ કરવાનો ગુન્હો દાખલ કરતાં ઓખા નગરપાલિકા ભ્રષ્ટાચાર માં કેટલી ગળાડૂબ હશે તેનો ચિતાર સામે આવી રહ્યો છે..
શૌચાલય કૌભાંડમાના બે આરોપીઓ હાઈમાસ્ક ટાવરના કૌભાંડમાં પણ…
ઓખા નગરપાલિકા ના બહુચર્ચિત શૌચાલય કૌભાંડમાં એસીબીએ જે ૧૯ ઇસમો સામે ગુન્હો દાખલ કર્યો હતો,,,તેમના તત્કાલીન ઓખા નગરપાલિકા પ્રમુખ સુભાષ લશ્કરી અને તત્કાલીન ચીફ ઓફિસર એમ.એમ.મકવાણા નો રોલ હાઈમાસ્ક ટાવર ના કૌભાંડમાં પણ મહત્વનો હોવા થી ગઈકાલે દાખલ થયેલ હાઈમાસ્ક ટાવરના ગુન્હામાં પણ આ બને ઇસમો સામે ગુન્હો નોંધાયો છે..આમ આ બને આરોપીઓ એ પોતાના હાથ બને કૌભાંડમાં સાફ કર્યાનુ પણ એસીબી ની ફરિયાદ બાદ ફલિત થાય છે
શૌચાલય કૌભાંડમા તત્કાલીન ચાર નપા પ્રમુખો સહિતનાઓ સામે નોંધાયો હતો ગુન્હો
ત્રણ માસ પૂર્વે એસીબીએ ઓખા નગરપાલિકા ના શૌચાલય કૌભાંડ માં વિધિવત ફરિયાદ નોંધતા તત્કાલીન નગરપાલિકાના ૪ પ્રમુખો,૨ સીટી ઈજનેરો અને ૩ તત્કાલીન ચીફ ઓફિસરો સામે ગુન્હો નોંધાયો હતો..શૌચાલય નું આટલું મોટું કૌભાંડ સામે આવતા રાજ્યના લાંચરુશ્વત વિભાગ દ્વારા રાજ્યની અન્ય મનપાઓ અને નપાઓ મા પણ આવું કોઈ કૌભાંડ થયું છે કે કેમ તેની ખાનગીરાહે તપાસ હાથ ધરી છે..
ભ્રષ્ટાચાર ખત્મ કરવાની વાતો વચ્ચે ભાજપશાશિત નપામાં જ કૌભાંડોની હારમાળા
ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર નો ખાત્મો બોલાવવાની વાતો ભલે ભાષણોમાં કરે પણ આતો ઉલટા ચોર કોટવાલ કો દાટે તે રીતે ઓખા નગરપાલિકા વર્ષોથી ભાજપશાશિત નગરપાલિકામા હોવા છતાં પણ તેમાં ભ્રષ્ટાચાર નો લુણો કેટલી હદે લાગી ચુક્યો હશે..તે એક બાદ એક કૌભાંડો પરથી સામે આવી રહ્યું છે..