Mysamachar.in-જામજોધપુર:
જામજોધપુર એસટી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા અધિકારી અને એટીઈ તરીકે ફરજ પર રહેલ કર્મચારીને ફોન કરી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીની રજા મંજુર કરવા મેનેજરને તેના મોબાઈલ ફોન પર ધમકી આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે આવેલ એસટી બસ ડેપોમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા કનકસિંહ જાડેજાને ૯૯૦૪૦૫૮૬૬૬ નંબર પરથી ફોન આવ્યો હતો, અને પોતાની ઓળખ નથવાણીભાઈ તરીકેની આપી પોતે અમદાવાદ ખાતેની સેન્ટ્રલ ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.
જામજોધપુર ફિક્સ પગારમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ઉષાબેન ડામોરને તા.૨ના રોજ રજા આપવાની વાત કરી હતી. જો રજા મંજુર નહીં કરવામાં આવે તો છેડતી કર્યાની ફરિયાદ કરવામાં આવશે, અને ફરિયાદ એમડી સોનલ મિશ્રાને પણ રવાના કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી હતી,
ઉપરાંત જામજોધપુર ડેપોમાં એટીઈ તરીકે ફરજ બજાવતા અજીતસિંહ જાડેજાને પણ બે વખત ફોન કરી ઉષાબેનની રજા મંજુર કરવા બાબતે માનસિક ત્રાસ આપી દબાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણની ડેપો મેનેજર જાડેજાએ પોલીસમાં અરજી કરી ફરિયાદ નોંધવાની માંગણી કરી છે.
જામજોધપુરના ડેપો મેનેજર પર મહિલા કર્મચારીના નામે દબાણ લાવીને છેડતીમાં ફીટ કરી દેવાની ધમકીને લઈને ચર્ચા જગાવી છે.ત્યારે આ અંગે પોલીસે મોબાઈલ નંબરના આધારે વધુ કાર્યવાહી હાથ ધરેલ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.