mysamachar.in-જામનગર:
સૌરાષ્ટ્ર ગુજરાત તથા સમગ્ર વિશ્વમાં સર્વ ધર્મપ્રેમીઓ માટે આસ્થાનું કેન્દ્ર એવું વીરપુર મુકામે આવેલું સંત શ્રી જલારામ મંદીર છે, પૂ.જલારામ બાપાને હિન્દુ-મુસ્લિમનો ભેદભાવ વગર સર્વ જ્ઞાતિઓ આસ્થાભેર માને છે, અનેક માનતાઓ કરે છે અને તેની મનોકામનાઑ પૂર્ણ કરે છે, વિશેષમાં સમગ્ર વિશ્વનું એક માત્ર આ તીર્થધામ યાને મંદીર છે કે જ્યાં એકપણ રૂપિયાનું રોકડ સ્વરૂપનું દાન લેવામાં આવું નથી કે કોઈપણ પ્રકારની કિંમતી ભેટ-સોગાદો સ્વીકારવામાં આવતી નથી કે અન્નદાન પણ લેવામાં આવતું નથી,
માત્ર સમગ્ર રઘુવંશી સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારત દેશ માટે ગૌરવપૂર્ણ સ્થાનક છે, આમ આટલી પ્રસિધ્ધિ સમગ્ર વિશ્વની સંત શ્રી જલારામ મંદીરની હોવા છતાં આજ દિવસ સુધી આ મંદીરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરી અને જે હરણફાળ વિકાસ થવો જોઈએ તે અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી,
વિશેષમાં કારતક સુદ-૭ નો દિવસ પ્રતિ વર્ષ જલારામ જયંતિ તરીકે ઉજવાય છે અને આગામી કારતક સુદ-૭ સંત શ્રી જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ તરીકે ઉજવાશે ત્યારે જલારામ જયંતિના આ દિવસનો કાયમી રીતે જાહેર રજામા સમાવેશ કરવા માટે ગુજરાત સરકારના સંબંધિત વિભાગ દ્વારા તાકીદની અસરથી જાહેરાત કરવામાં આવે તેવી માંગણી શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા કરાઇ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.