Mysamachar.in-જામનગર
જામનગરના વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્રમોટર અને અગ્રણી બિલ્ડર પરાગભાઇ શાહ દ્વારા જામનગર વેપારી મહા મંડળ ના હોદેદારોના સહકારથી કોરોનાવાયરસના કહેર વચ્ચે જરૂરિયાતમંદ લોકો કે જેઓ શ્રમિક પરિવાર અથવા તો ગરીબી રેખા નીચે જીવતા પરિવારો કે જેઓ રોજે-રોજનું અનાજ મેળવીને ખાય છે. તેવા લોકોની વ્હારે આવવા માટે સરાહનીય કાર્ય શરૂ કર્યું છે. જામનગર વેપારી મહામંડળ ના સહયોગ થી અને સુમેર સ્પોર્ટ્સ કલબ ના સહકાર થી મળીને ગ્રેઈન માર્કેટ તેમજ સુમેર કલબમા ૪,૦૦૦ થી વધુ રાશન ની કીટ તૈયાર કરીને જામનગર જિલ્લાના વહીવટી તંત્ર ને સોંપી દેવામાં આવી છે. ઉપરાંત વહીવટી તંત્રના સહયોગથી તમામ જરૂરીયાતમંદોને શોધી-શોધીને તેમના ઘર સુધી પહોંચાડી દેવામાં આવી છે.
આ કાર્યમાં જામનગરના રાજકીય અગ્રણીઓ તેમજ શ્રેષ્ઠીઓ નું પણ માર્ગદર્શન મળતું રહે છે. જામનગરના વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્રમોટર તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પરાગ ગુલાબચંદ શાહ કે જેમના મુખ્ય અનુદાનથી લોક ડાઉન ના સમય દરમિયાન જરૂરિયાતમંદ લોકો કે જેઓ શ્રમિક પરિવાર અને ગરીબી રેખા નીચે જીવે છે. અને રોજ નું રાશન મેળવીને ખાય છે તેવા લોકોને વહારે આવવા માટે નું બીડું ઝડપ્યું છે. અને ગત ૨૪મી માર્ચ થી જ રાશન ની કીટ વિતરણ કરવામાં આવી છે,
જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના તેમજ વેપારી મહામંડળના હોદ્દેદારોની મદદ લઇને ૨૪મી માર્ચના દિવસથી જ જરૂરી અનાજ કરિયાણા સાથેની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં ચોખા, મગની દાળ, તુવેર દાળ, તેલ, મરચું, મીઠું, હળદર, ખાંડ, ચા, ડુંગળી, બટેટા અને ઘઉંનો લોટ સહિતની સામગ્રી એકત્ર કરવામાં આવી છે. જેમા સુમેર સ્પોર્ટ્સ ક્લબ ના પ્રમુખ રાજુ ભાઈ શેઠ અને સુમેર ક્લબ ના અન્ય હોદ્દેદારો પણ તા. ૬.૪.૨૦૨૦ થી જોડાયા છે.સામાન્ય રીતે કોઈ પણ પરિવારને એક સપ્તાહથી દસ દિવસ સુધી ચાલી શકે તેટલી રાશન ની સામગ્રી એકત્ર કરીને કીટ બનાવવામાં આવી રહી છે. અને જામનગર જિલ્લાના વહીવટી તંત્રને સોંપી દેવામાં આવી છે.
જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર ઉપરાંત અધિક કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા તેમજ પુરવઠા અધિકારી જેઠવા વગેરેની સાથે મસલતો કર્યા પછી અત્યાર સુધીમાં આ પ્રકારની ૪,૦૦૦ થી વઘુ કીટ બનાવી ને વહીવટી તંત્ર ને સોંપી દેવામાં આવી છે. ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા અને એસ.આર.પી, પોલીસ ની મદદથી જામનગર શહેર તેમજ દરેડ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો ને ઘરે ઘરે પહોંચી જઇ તેનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. લોક ડાઉનના સમયગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકો કે જેઓ ખુબ જ ગરીબી રેખા હેઠળ જીવે છે તેવા તમામ લોકોની વહારે આવવા માટે અગ્રણી બિલ્ડર પરાગ ભાઈ શાહ દ્વારા ગત ૨૪મી તારીખથી જ આ ભગીરથ કાર્ય શરૂ કરી દેવાયું છે. અને લોક ડાઉન પુર્ણ ન થાય ત્યાં સુધી આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અને જામનગર વેપારી મહામંડળની ટીમ સતત જોડાયેલી રહેશે.
આ સરાહનીય કાર્યવાહી ને લઈને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજ્ય સરકારના પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા) જામનગર જિલ્લા ના સંસદ સભ્ય પૂનમબેન માડમ ઉપરાંત અન્ય રાજકીય અગ્રણીઓ પણ સમગ્ર પ્રક્રિયા ને નિહાળી ને પ્રભાવિત થયા હતા. અને જે કોઈપણ પ્રકારની સરકારી અથવા અન્ય જરૂરિયાત રહે તેમાં સહભાગી થવા જણાવ્યું હતું.
જામનગર વેપારી મહામંડળના હોદ્દેદારો અને તેમની ટીમ દ્વારા સુમેર સ્પોર્ટ્સ ક્લબ માં કીટ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. જે અવિરત ચાલુ છે. અને પ્રતિદિન ૫૦૦ થી વધુ કીટ તૈયાર કરીને વહીવટીતંત્રને સુપ્રત કરવામાં આવી રહી છે. અને દરરોજ જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સરાહનીય કાર્ય વાહી ને જામનગર શહેર માંથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અગ્રણી બિલ્ડર પરાગભાઈ શાહ દ્વારા સૌપ્રથમ ૨૧ લાખનું યોગ દાન અપાયું હતું.ત્યાર પછી સુમેર ક્લબ ના હોદ્દેદારો અન્ય સભ્યો નું આર્થિક અનુદાન અને સાથ સહકાર મળી રહ્યો છે. જામનગર શહેર માંથી રાશન ની કીટ તૈયાર કરવા માટેનો જે પુરવઠો મળી રહે છે તે વેપારી મહામંડળના સહયોગથી એકત્ર કરી અને જરૂરીયાતવાળા લોકોને પહોચાડવામાં આવ્યો છે.